Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bomb Threat : ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુસાફરોમાં ફેલાયો ફફડાટ

Bomb Threat : આજે સવારે દિલ્હીથી વારાણસી (Delhi to Varanasi) જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ (Bomb in the Indigo Flight) હોવાની માહિતી મળી છે. બોમ્બના સમાચાર ફેલાતાની સાથે જ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ (Passengers and Crew Members) માં અફરાતફરીનો માહોલ...
bomb threat   ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી  મુસાફરોમાં ફેલાયો ફફડાટ

Bomb Threat : આજે સવારે દિલ્હીથી વારાણસી (Delhi to Varanasi) જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ (Bomb in the Indigo Flight) હોવાની માહિતી મળી છે. બોમ્બના સમાચાર ફેલાતાની સાથે જ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ (Passengers and Crew Members) માં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જાણકારી સામે આવતા જ ફ્લાઈટને ઉતાવળમાં ખાલી કરાવવામાં આવી. બોમ્બ (Bomb) ની માહિતી મળતાની સાથે જ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ (Passengers and Crew Members) એરપોર્ટ પર ઈમરજન્સી એક્ઝિટ (Emergency Exit) માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી.

Advertisement

યાત્રીઓ જીવ બચાવવા માટે ઈમરજન્સી ગેટ પરથી બહાર આવ્યા

દિલ્હીથી વારાણસી જઇ રહેલી ફ્લાઈટમાં તે સમયે યાત્રીઓમાં અફરાતફરી મચી જ્યારે સમાચાર મળ્યા કે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. યાત્રીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઈમરજન્સી ગેટ પરથી કૂદવા લાગ્યા હતા. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, આજે સવારે 5.35 વાગ્યે દિલ્હીથી વારાણસી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા, ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, હજુ સુધી કંઈપણ સંવેદનશીલ મળ્યું નથી. તમામ મુસાફરોને ઈમરજન્સી દરવાજામાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ, QRT અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે હાજર છે. વિમાનને તપાસ માટે આઈસોલેશનમાં લઈ જવામાં આવ્યું છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉડ્ડયન સુરક્ષા અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલમાં ઘટના સ્થળે છે.

Advertisement

વીડિયો જોયા પછી બધા ચોંકી જશે

જે ઝડપે મુસાફરોને બહાર કાઢવા માટે કહેવામાં આવ્યું હતું અને પ્લેનમાં એલાર્મ અથવા સાયરનનો સતત અવાજ આવી રહ્યો હતો. આ સમગ્ર મામલે CISFનું કહેવું છે કે તેમને બોમ્બની ધમકી મળી હતી, જેના પછી આ પગલું ભર્યું હતું. તે સ્પષ્ટ છે કે વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વાસ્તવમાં, એક વીડિયો સામે આવ્યો છે જેમાં મુસાફરોને ઝડપથી વિમાનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેને જોતા સમજી શકાય છે કે પ્લેનમાં કોઈ ખરાબ ઘટના બનવાની આશંકા હતી.

શું છે સમગ્ર મામલો?

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટે સવારે લગભગ 5.15 વાગ્યે IGI એરપોર્ટ દિલ્હીથી ઉડાન ભરી હતી. ફ્લાઈટ ટેકઓફ થતાની સાથે જ એરપોર્ટ અધિકારીને ફોન કોલ દ્વારા ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. જેના કારણે એરપોર્ટ અધિકારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. તરત જ ક્રૂને માહિતી આપવામાં આવી અને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ફ્લાઈટ લેન્ડ થતાની સાથે જ સુરક્ષાકર્મીઓ, ફાયર કર્મીઓ અને એમ્બ્યુલન્સ રનવે પર પહોંચી ગયા હતા. મુસાફરોને ઈમરજન્સી ગેટ પરથી નીચે ઉતારીને સેફ ઝોનમાં લઈ જવામાં આવ્યા હતા. આ પછી બોમ્બ અને ડોગ સ્કવોડે પ્લેન માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ દિલ્હી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - ‘તાજ હોટલ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી’, Mumbai Police આવ્યો ધમકીભર્યો કોલ…

આ પણ વાંચો - Delhi : બે કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોલ આવતા જ ખળભળાટ મચ્યો…

Tags :
Advertisement

.