Bihar : PM મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન
Bihar : વડાપ્રધાન તરીકે ત્રીજી વખત દેશની કમાન સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે પોતાની પ્રથમ મુલાકાતે બિહાર પહોંચ્યા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી (PM Modi) રાજગીરમાં ઇન્ટરનેશનલ નાલંદા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસ (Campus of International Nalanda University in Rajgir) નું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદી (PM Modi) ની આ મુલાકાતને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા (Strict Security Arrangements) કરવામાં આવી છે. એરપોર્ટ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરેક ખૂણે-ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
નાલંદા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના રાજગીરમાં આવેલી નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ તેમણે નાલંદા યુનિવર્સિટીના પ્રાચીન ખંડેરનું નિરીક્ષણ કર્યું. તે પછી તેમણે નાલંદા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસ (Campus of International Nalanda University in Rajgir) નું ઉદ્ઘાટન કર્યું. નવું કેમ્પસ નાલંદા યુનિવર્સિટીના પ્રાચીન અવશેષોની નજીક છે, જેની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, 2010 દ્વારા કરવામાં આવી હતી. આ એક્ટ 2007માં ફિલિપાઈન્સમાં બીજા ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયને અનુસરે છે. જણાવી દઇએ કે, આ નવા સંકુલનું નિર્માણ કાર્ય 2017માં શરૂ થયું હતું. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે સરકાર નાલંદા વિશ્વવિદ્યાલયને 800 વર્ષ પહેલાની એ જ જૂની ભવ્યતા પુનઃસ્થાપિત કરવા માંગે છે. સરકાર આ યુનિવર્સિટીને શિક્ષણનું નવું કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
#WATCH | Nalanda, Bihar: Prime Minister Narendra Modi unveils a plaque at the new campus of Nalanda University as he inaugurates the campus. The PM also planted a sapling here. pic.twitter.com/LUtRN02Jxy
— ANI (@ANI) June 19, 2024
17 દેશોના રાજદૂતો પણ ભાગ લઈ રહ્યા છે
જણાવી દઈએ કે વર્ષ 2016માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ 2017માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન અવશેષો પાસે બનાવવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા અને અન્ય પ્રતિનિધિઓ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 17 દેશોના રાજદૂતો પણ ભાગ લઈ રહ્યા છે.
Prime Minister Narendra Modi, EAM Dr S Jaishankar, Bihar Governor Rajendra Arlekar, CM Nitish Kumar, Deputy CMs Samrat Choudhary and Vijay Sinha & other delegates at the new campus of Nalanda University. Ambassadors of 17 countries are also attending the event. pic.twitter.com/6IicJfnL6S
— ANI (@ANI) June 19, 2024
નાલંદા યુનિવર્સિટીમાં કેવી છે બેઠક વ્યવસ્થા?
નાલંદા યુનિવર્સિટી પાસે બે શૈક્ષણિક બ્લોક છે, જેમાં 40 વર્ગખંડો છે. અહીં કુલ 1900 બાળકો માટે બેઠક વ્યવસ્થા છે. યુનિવર્સિટી પાસે બે ઓડિટોરિયમ પણ છે જેમાં 300 બેઠકો છે. આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં 2 હજાર લોકો બેસી શકે છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. કેમ્પસમાં પાણીને રિસાયકલ કરવા માટેનો પ્લાન્ટ, 100 એકર જળાશયો તેમજ ઘણી સુવિધાઓ છે જે પર્યાવરણને અનુકૂળ છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેનું કેન્દ્ર
નાલંદા યુનિવર્સિટીને ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભૂતાન, ચીન, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિત અન્ય 17 દેશો દ્વારા ટેકો મળે છે, જેમણે MOU પર હસ્તાક્ષર કર્યા છે. યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને 137 શિષ્યવૃત્તિ આપે છે. 2022-24 અને 2023-25 માટે અનુસ્નાતક કાર્યક્રમો અને 2023-27 માટે PhD પ્રોગ્રામમાં નોંધાયેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં આર્જેન્ટિના, બાંગ્લાદેશ, કંબોડિયા, ઘાના, કેન્યા, નેપાળ, નાઇજીરીયા, શ્રીલંકા, યુએસએ અને ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો - Varanasi : કિસાન સન્માન નિધિનો 17 મો હપ્તો જાહેર, ખેડૂતોના ખાતામાં 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર
આ પણ વાંચો - ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ PM મોદી પ્રથમ વખત પહોંચશે વારાણસી, ખેડૂતોને આપશે આ ખાસ ભેટ