અંતિમ ઘડીએ LK Advani એ નિર્ણય બદલ્યો, આ કારણથી નહીં જાય અયોધ્યા
LK Advani : અયોધ્યા નગરી લગભગ 500 વર્ષ બાદ તેના ભગવાન શ્રી રામના સ્વાગત માટે સંપૂર્ણપણે તૈયાર છે. ત્યારે આ શુભ પ્રસંગે સૌ કોઇ અયોધ્યાનગરીમાં જવાનું ઇચ્છી રહ્યા છે. જોકે, ગણતરીના લોકોને અયોધ્યા (Ayodhya) આવવાની પરવાનગી મળી છે. બોલિવૂડના ઘણા સેલિબ્રિટી, ઉદ્યોગપતિઓ, નેતાઓ આ ખાસ સમારોહનો ભાગ બનવા જઇ રહ્યા છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (LK Advani) રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે અયોધ્યા નહીં આવે શકે. શું છે તેની પાછળનું કારણ આવો જાણીએ...
અયોધ્યા નહીં આવે લાલકૃષ્ણ અડવાણી ?
અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન અને રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ આજે છે. આજના સમારોહમાં ભાગ લેવા માટે ઘણા પ્રખ્યાત લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે રામ મંદિર આંદોલનના નેતાઓમાંના એક એવા લાલ કૃષ્ણ અડવાણી (LK Advani) આજે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય ભારે ઠંડીના કારણે લેવામાં આવ્યો છે. તેઓ દિલ્હીમાં તેમના નિવાસસ્થાનેથી ભવ્ય સમારોહનો આનંદ માણશે. 96 વર્ષીય લાલ કૃષ્ણ અડવાણીએ ઠંડીમાં વધારો અને તેમની તબિયતને કારણે આ નિર્ણય લીધો છે. તેમના જવાનો કાર્યક્રમ પહેલાથી જ નક્કી હતો, પરંતુ તબિયતના કારણોસર અચાનક બદલવો પડ્યો. તાજેતરમાં VHPના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમાર, સંઘના નેતા સહિત ઘણા લોકોએ લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઈને અયોધ્યા આવવાનું આમંત્રણ પત્ર આપ્યું હતું.
પહેલેથી જ ઘણી અટકળો
અડવાણી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને એક સમયે ભાજપના પર્યાય ગણાતા મુરલી મનોહર જોશીની અયોધ્યાની મુલાકાત અંગે પહેલેથી જ ઘણી અટકળો ચાલી રહી હતી. પહેલા એવું કહેવામાં આવતું હતું કે આ કાર્યક્રમ માટે અડવાણીને આમંત્રણ પત્ર આપવામાં આવ્યું નથી પરંતુ પછી તેના પર થોડી સ્પષ્ટતા આવી.એવું જાણવા મળ્યું કે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી બંનેને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આજે કાર્યક્રમના દિવસે માહિતી મળી હતી કે અડવાણી આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
PM મોદીને અભિનંદન પાઠવ્યા
રામ મંદિર આંદોલનના 33 વર્ષ પૂર્ણ થયા છે. આ પહેલા લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે તે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને જોવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ક્ષણ લાવવા, રામલલ્લાનું ભવ્ય મંદિર બનાવવા અને તેમના સંકલ્પને પૂર્ણ કરવા બદલ અભિનંદનને પાત્ર છે. ઉલ્લેખનીય છે કે, આજે, સોમવાર, 22 જાન્યુઆરી 2024 ના રોજ, રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉત્સાહનો માહોલ છે.
12:20 કલાકે થશે પ્રાણ પ્રતિષ્ઠા
સોમવારે બપોરે 12.20 કલાકે રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. આ દરમિયાન મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત લગભગ 9,000 લોકો હાજર રહેશે. ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી કાર્યક્રમને સંબોધિત પણ કરશે. જણાવી દઈએ કે અયોધ્યામાં પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ ઉદ્ઘાટનને લઈને એલર્ટ છે. કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પાસ વિના કોઈને પ્રવેશ આપવામાં આવ્યો નથી.
આ પણ વાંચો - Ram Mandir Inauguration : ભારતીયો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આજે આવી ગયો
આ પણ વાંચો - Ayodhya Ram Mandir : શું તમે જાણો છો મંદિરમાં મૂર્તિની શા માટે કરવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠા ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ