દેશમાં ચોમાસાનો પ્રારંભ, ગુજરાતમાં ક્યારે આવશે મેઘસવારી ?
Meteorological Department : હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી મુજબ ગુજરાતમાં હાલમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ નહિવત છે. આ ઉપરાંત પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પણ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી નથી. ઉલ્લેખનીય છે કે આજથી ભારતમાં કેરળ ઉત્તરપૂર્વીય રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે.
15 જૂન ની આસપાસ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોચશે
દર વર્ષે ફક્ત કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે પરંતુ તાજેતરમાં રેમલ વાવાઝોડાને કારણે ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પણ ચોમાસાની શરૂઆત પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત નૈઋત્યના ચોમાસાએ દસ્તક દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂન ની આસપાસ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોચશે. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી જે ચોમાસાએ દસ્તક દીધી છે તેમણે આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ છે તેથી ગુજરાતમાં તેમને નિર્ધારિત તારીખની આસપાસ ચોમાસું દસ્તક દેશે. આ વર્ષે ભારતમાં સારું ચોમાસું છે તથા કેરળ માટે 1 જૂન ચોમાસાની નિર્ધારિત તારીખ છે પરંતુ આ વર્ષે તેનાથી બે દિવસ પહેલા ભારતમાં દસ્તક દીધી છે.
#WATCH | Kerala: Rain lashes several parts of Kottayam district
As per IMD, Southwest Monsoon has set in over Kerala and advanced into most parts of Northeast India today, 30th May. pic.twitter.com/0ersoKXonI
— ANI (@ANI) May 30, 2024
કચ્છ બનાસકાઠા ધુળની ડમરીઓ ઉડવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે પરંતુ આ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઇ શકે છે. મહત્વનું છે કે હજુ આગામી બે દિવસ દરમિયાન કચ્છ બનાસકાઠા ધુળની ડમરીઓ ઉડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ઉપરાંત પવનની દિશા પશ્ચિમ માછીમારો માટે ગઈ કાલ સુધી જે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી આગામી દિવસો માટે હવામાન વિભાગે જાહેરાત કરી નથી. હજુ પણ આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.
અહેવાલ---કલ્પિન ત્રિવેદી, અમદાવાદ
આ પણ વાંચો----- Monsoon Updates : હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા કેરળ પહોંચ્યું ચોમાસું
આ પણ વાંચો---- Monsoon Update : ટૂંક સમયમાં જ ગરમીથી રાહત મળશે, જાણો તમારા રાજ્યમાં ક્યારે આવશે ચોમાસું?
આ પણ વાંચો---- ‘Remal’ વાવાઝોડાએ તબાહી મચાવી, મિઝોરમમાં 27 લોકોના મોત, મુખ્યમંત્રીએ વળતરની જાહેરાત કરી…
આ પણ વાંચો---- IMD એ આપ્યા સારા સમાચાર, ભારે વરસાદ માટે તૈયાર રહો, જાણો ક્યારે મળશે હીટવેવથી રાહત?