Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા

કેરળમાં દસ્તક આપ્યા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા છે. ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે કેરળના દરિયાકાંઠે એક સપ્તાહ મોડું પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48...
દક્ષિણ પશ્ચિમ ચોમાસું આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા

કેરળમાં દસ્તક આપ્યા બાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારતમાં પહોંચવાની ધારણા છે. ચોમાસું સામાન્ય રીતે કેરળમાં 1 જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વર્ષે તે કેરળના દરિયાકાંઠે એક સપ્તાહ મોડું પહોંચ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં ચોમાસું ઉત્તર-પૂર્વના રાજ્યોમાં આગળ વધે તેવી શક્યતા છે.

Advertisement

ગુજરાતમાં ચોમાસુ કયારે બેસશે ?

ગુજરાતમાં ચોમાસું પહોંચતા હજી વાર લાગશે.  મુંબઈમાં ચોમાસું પહોંચે એ બાદ જ ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં તે કઈ તારીખે પહોંચશે.. મહારાષ્ટ્રમાં ચોમાસું આગળ વધીને મુંબઈ સુધી પહોંચે તે બાદ સામાન્ય રીતે બે કે ત્રણ દિવસમાં ચોમાસું ગુજરાત સુધી આવી જતું હોય છે.

Advertisement

રાજસ્થાનમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસું બેસશે

હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે 20 જૂન પછી મધ્યપ્રદેશમાં ચોમાસાના આગમનમાં પાંચ દિવસનો વિલંબ થવાની સંભાવના છે. છત્તીસગઢમાં વરસાદની રાહ એક સપ્તાહમાં પૂરી થઈ શકે છે. આ સિવાય રાજસ્થાનમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચોમાસું આઠ દિવસના વિલંબ સાથે પહોંચવાની ધારણા છે.

Advertisement

ચક્રવાતી તોફાન બિપરજોય અરબી સમુદ્રમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

ચક્રવાતી તોફાન બિપરજોય અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન બિપરજોય ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. તે થોડા સમય માટે ઉત્તર તરફ આગળ વધવાની ધારણા છે ત્યારબાદ તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ ફરી વળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય ગુરુવારે 23.30 કલાકે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું હતું, જે ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 840 કિમી અને મુંબઈના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 870 કિમી દૂર હતું. આગામી બે દિવસ દરમિયાન તે લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.

ચોમાસામાં વિલંબ એ ચિંતાનો વિષય નથી

નિષ્ણાતોના મતે ચોમાસાના આગમનમાં વિલંબ એ ચિંતાનો વિષય નથી, કારણ કે આવું પહેલીવાર બન્યું નથી. નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી છે કે આગામી બે-ત્રણ અઠવાડિયામાં વરસાદ પ્રારંભિક અછતને પૂર્ણ કરશે.

કેટલાક ભાગોમાં વરસાદ, નવ જિલ્લામાં યલો એલર્ટ અને એકમાં ઓરેન્જ એલર્ટ

ચોમાસાની શરૂઆત બાદ હવામાન વિભાગે કેરળના નવ જિલ્લામાં યલો એલર્ટ અને કોઝિકોડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ એટલે કે 6 થી 20 સેમી વરસાદ અને યલો એલર્ટ એટલે કે 6 થી 11 સેમી વરસાદ. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને કન્નુર જિલ્લામાં એક અથવા બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. કેરળના કાસરગોડ જિલ્લામાં એક-બે જગ્યાએ વરસાદની સંભાવના છે.

Tags :
Advertisement

.