IAS પૂજા ખેડકર બાદ હવે IPS અનુ બેનીવાલ પર ઉઠ્યા સવાલ
IPS Anu Beniwal : છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્ર કેડરની તાલીમાર્થી IAS ઓફિસર પૂજા ખેડેકર (Pooja Khedekar) ને લઇને ચર્ચાઓ થઇ રહી છે. તેના પર આરોપ છે કે, તેણે નકલી રિઝર્વેશન સર્ટિફિકેટ (Reservation Certificate) બતાવીને UPSCમાં રેન્ક મેળવ્યો હતો. પૂજાનું નામ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર સવાલોનું પૂર આવ્યું હતું. ઘણા લોકો કહે છે કે પૂજા જેવા કેટલા લોકોએ નકલી દસ્તાવેજો (Fake Documents) ની મદદથી યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હશે? આવો જ આરોપ IPS અનુ બેનીવાલ (Anu Beniwal) પર પણ લગાવવામાં આવી રહ્યો છે.
અનુ બેનીવાલની પસંદગી પર શંકા
વિદ્યાર્થીઓ રાત દિવસ એક કરીને UPSC ની તૈયારીઓ કરે છે અને જ્યારે અમુક લોકો સિસ્ટમના નબળા પોઈન્ટ્સ પકડીને ખોટી રીતે તેમા પ્રવેશ કરે છે ત્યારે તેમનું મનોબળ તૂટવા લાગે છે. છેલ્લા ઘણા દિવસોથી IAS પૂજા ખેડકર વિશે સમાચારો સામે આવી રહ્યા છે કે તે ખોટી રીતે IAS ઓફિસર બની છે, પણ હવે એક નવા કિસ્સા વિશે માહિતી મળી રહી છે. મધ્યપ્રદેશ કેડરના IPS અધિકારી અનુ બેનીવાલે 2021માં EWS ક્વોટામાંથી સફળતા હાંસલ કરી હતી. જોકે, પૂજા ખેડેકર પર લાગેલા આરોપો બાદ અનુ બેનીવાલની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ વાયરલ થવા લાગી છે. આ પોસ્ટમાં અનુએ UPSC લિસ્ટમાં પોતાના નામની તસવીર શેર કરી છે. આ ચિત્રની સરખામણી 2021માં પરીક્ષા આપનાર અન્ય ઉમેદવારો સાથે કરવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે અનુ બેનીવાલના પિતા પણ IPS ઓફિસર છે. આમ છતાં તેણે EWS ક્વોટાનો ઉપયોગ કર્યો છે.
અનુના પિતા પણ IPS છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં અનુ બેનીવાલ પોલીસ વર્દીમાં જોવા મળી રહી છે. અનુ 1989 બેચની યાદીમાં સંજય બેનીવાલના નામ તરફ ઈશારો કરી રહી છે. અનુની આ તસવીર જોયા બાદ ઘણા લોકોએ દાવો કર્યો છે કે સંજય બેનીવાલ બીજું કોઈ નહીં પણ અનુના પિતા છે. તેના પિતા IPS હોવા છતાં, અનુએ EWS ક્વોટાની મદદથી રેન્ક હાંસલ કર્યો છે. અનુ બેનીવાલ, જે દિલ્હીના રહેવાસી છે, તે UPSC 2021 બેચના IPS અધિકારી છે. અનુની પોસ્ટિંગ મધ્ય પ્રદેશ કેડર હેઠળના ગ્વાલિયર જિલ્લામાં છે. અનુએ સોશિયલ મીડિયા પર તેના માતા-પિતા સાથેની તસવીરો પણ શેર કરી છે. આ પોસ્ટમાં અનુએ લખ્યું છે કે મને મારા માતા-પિતા પર ગર્વ છે. તે પોતે શાળાએ ગયા ન હોતા પરંતુ તેમણે મારું સપનું પૂરું કરવામાં કોઈ કસર છોડી નથી. તેમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં તે મારી ખુશી માટે હંમેશા હસતા રહ્યા.
I’m extremely proud of my mummy papa who couldn’t even complete their school education but pushed me to fulfill my dream.
I’m proud of their journey of battling the worst of the health challenges and still managing to smile for my happiness. 🙏🏻 pic.twitter.com/CM9dc0UzTN— Anu Beniwal (@AnuBeniwalIPS) July 14, 2024
અનુએ સાચું કહ્યું
અનુ બેનીવાલની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે જો તેના પિતાએ તેમનું સ્કૂલિંગ પૂરું ન કર્યું હોય તો તે IPS ઓફિસર કેવી રીતે બની શકે? આ મામલે ખુદ અનુ બેનીવાલે ખુલાસો કર્યો છે. તે કહે છે કે મારા પિતાનું નામ પણ સંજય બેનીવાલ છે. પરંતુ તે IPS અધિકારી નથી. તેઓ લાંબા સમયથી હૃદયની બીમારી અને સાંભળવાની ખોટથી પીડિત હતા. અનુ બેનીવાલના કહેવા પ્રમાણે, તેના પિતાએ ઘણા વર્ષો પહેલા ફેક્ટરી શરૂ કરી હતી. પરંતુ પિતાની માંદગીને કારણે અનુના કાકા કારખાનાનું કામ સંભાળે છે. તેમના પરિવાર પાસે પોતાની મિલકત પણ નથી. અનુનો ઉછેર તેના કાકાએ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સંજય બેનીવાલના નામની સત્યતા જણાવતા અનુએ કહ્યું કે તે અનુના કાકા છે. વાસ્તવમાં સંજય બેનીવાલ અનુના ગામ પીતમપુરાના છે. અનુના કહેવા પ્રમાણે, અમે લોહીથી સંબંધિત નથી પરંતુ અમે તેમને તાઉ જી કહીએ છીએ. તેમની પાસેથી પ્રેરણા લઈને મેં UPSCનો માર્ગ પસંદ કરીને IPS બનવાનું નક્કી કર્યું. હાલમાં તેઓ તિહાર જેલના ડાયરેક્ટર જનરલ છે.
આ પણ વાંચો - IAS પૂજા ખેડકરની ટ્રેનિંગ પર રોક, તાત્કાલિક પરત બોલાવવાના આદેશ…
આ પણ વાંચો - પૂજા ખેડકરે પોતાની ઉંમરમાં પણ કર્યો ખેલ, 2020થી 2023 માં માત્ર 1 વર્ષ ઉંમરમાં થયો વધારો