દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, આ બંને નેતાઓ ભાજપમાં જોડાયા
AAP two leaders join BJP : આમ આદમી પાર્ટી (AAP) ને એક મોટો ઝટકો લાગ્યો છે. AAP ના ધારાસભ્ય કરતાર સિંહ તંવર (AAP MLA Kartar Singh Tanwar) અને દિલ્હી સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી રાજકુમાર આનંદ (Rajkumar Anand) આજે ભાજપ (BJP) માં જોડાયા છે. રાજકુમાર આનંદે લોકસભા ચૂંટણી (Lok Sabha Election) પહેલા કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. આ પછી તેમણે કોઈપણ પાર્ટીમાં જવાની ના પાડી હતી. પણ હવે સામે આવી રહ્યું છે કે, તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે.
દિલ્હી સરકારના પૂર્વ મંત્રીનું ભાજપમાં સ્વાગત
દિલ્હીમાં આવતા વર્ષે એટલે કે 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા આ આમ આદમી પાર્ટી (AAP) માટે એક ઝટકો માનવામાં આવી રહ્યું છે. જણાવી દઇએ કે, રાજકુમાર આનંદે એક્સાઇઝ કેસમાં AAP કન્વીનરની ધરપકડ બાદ પાર્ટી છોડી દીધી હતી. પટેલ નગર બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય આનંદની સાથે તેમના પત્ની વીણા આનંદ પણ ભાજપમાં જોડાયા હતા. આ નેતાઓ ભાજપ દિલ્હી યુનિટના પ્રમુખ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં કેન્દ્રમાં સત્તાધારી પક્ષમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ આજે ભાજપમાં જોડાયા છે. પરંતુ તેમણે થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીથી દૂરી બનાવી લીધી હતી. લોકસભા ચૂંટણી પહેલા તેમણે દિલ્હી સરકારને અનુસૂચિત જાતિ વિરોધી ગણાવીને મંત્રી પદની સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. છતરપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કરતાર સિંહ તંવર પણ AAP છોડીને ભાજપમાં જોડાયા છે.
#WATCH | Sitting AAP MLA Kartar Singh Tanwar joins BJP, in Delhi. pic.twitter.com/Rw3KIedu5p
— ANI (@ANI) July 10, 2024
લોકસભા ચૂંટણીમાં કારમી હાર
ઉલ્લેખનીય છે કે, રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. ભાજપના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78,370 વોટથી જીત મેળવી હતી. તેમને 4,53,185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 3,74,815 મતો સાથે બીજા ક્રમે છે. પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ કુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને SC/ST મંત્રી હતા. આનંદે કહ્યું કે, તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે તે પોતાનું નામ ચાલી રહેલા 'ભ્રષ્ટાચાર' સાથે જોડી શકતા નહોતા.
આ પણ વાંચો - ED ની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલ કિંગપિન અને કાવતરાખોર…
આ પણ વાંચો - Excise Policy Case : દિલ્હી CM અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી, કોર્ટે જારી કર્યું પ્રોડક્શન વોરંટ