Chhattisgarh : લાકડી લેવાની લ્હાયમાં કુવામાં ઉતરેલા 5 ના મોત..
Chhattisgarh : છત્તીસગઢ (Chhattisgarh ) ના જાંજગીર ચંપામાં એક દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં લાકડી લેવાની લ્હાયમાં કુવામાં ઉતરેલા 5 લોકોએ એક પછી એક જીવ ગુમાવ્યો છે. કુવામાં ઉતરેલા એક બાદ એક ઉતરેલા 5 લોકોના મોત થયા છે. લાકડી કુવામાં પડી જતાં લેવા યુવક કુવામાં ઉતર્યો હતો પણ કુવામાં ઝેરી ગેસ ગળતર થતાં અન્ય 4 યુવકોએ પણ જીવ ગુમાવ્યો છે. આ ઘટના જાંજગીર ચાંપાના કિકિરદા ગામમાં બની હતી.
સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે
જાંજગીર ચંપામાં ઝેરી ગેસના લીકેજને કારણે પાંચ લોકોના મોત થયા હતા. મામલાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે બચાવ માટે ટીમોને બોલાવી છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
એક બાદ એક 5 ના મોત
મળતી માહિતી મુજબ, આ ઘટના કિકીરડા ગામમાં બની હતી. અહીં એક વ્યક્તિ લાકડાં કાઢવા કૂવામાં ઉતર્યો હતો. કૂવાની અંદર પહોંચતા જ તેને ઝેરી ગેસના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેનો પાડોશી રમેશ પટેલ પણ તેને બચાવવા કૂવામાં ગયો હતો, પરંતુ રમેશને પણ ગૂંગળામણ થવા લાગી હતી. આ બંને બાદ રમેશના બે પુત્રો રાજેન્દ્ર અને જિતેન્દ્ર પિતાને બચાવવા કૂવામાં ઘુસી ગયા હતા, પરંતુ ઝેરી ગેસના કારણે તેઓ પણ ગૂંગળાવી ગયા હતા. આ પછી પાડોશમાં રહેતો ટિકેશ ચંદ્ર નામનો યુવક પણ કૂવામાં ગયો હત અને તેનું પણ મોત થયું હતું.
ઝેરી ગેસના કારણે પાંચ લોકોના મોત
આ રીતે એક પછી એક કૂવામાં જતાં ઝેરી ગેસના કારણે પાંચ લોકોના મોત થયા છે. આસપાસના લોકોને જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ બિરરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.SDRFની ટીમને પણ બોલાવવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો----- Assam Flood : આસામમાં પૂરના કારણે સ્થિતિ વણસી, 21 લાખથી વધુ લોકો પ્રભાવિત…