PM મોદી સહિત 22 પૂર્વ મુખ્યમંત્રી લડશે લોકસભાની ચૂંટણી, જુઓ યાદી
PM Modi : લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો (Candidates) પ્રચાર પ્રસારમાં પૂરું જોર આપી રહ્યા છે. આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કા (7 Phases) માં યોજાવાની છે. 18મી લોકસભા માટે દેશના સેંકડો નેતાઓ પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. જેમાં PM મોદી (PM Modi) સહિત 22 પૂર્વ મુખ્યમંત્રીઓ (22 former Chief Ministers) છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ, ઓમર અબ્દુલ્લા, ગુલામ નબી આઝાદ, એચડી કુમારસ્વામી, ચરણજીત સિંહ ચન્ની, જીતન રામ માંઝી, ભૂપેશ બઘેલ, મનોહર લાલ ખટ્ટર અને બિપ્લબ કુમાર સહિત ઘણા પૂર્વ મુખ્યમંત્રીઓ મેદાનમાં છે. ત્યારે આવો જાણીએ ક્યા નેતા ક્યાંથી ચૂંટણી લડી રહ્યા છે.
વારણસી બેઠક પરથી PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2001 થી એક બંધારણીય પદ પર છે, તેઓ વર્ષ 2001 થી 2014 સુધી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. વર્ષ 2014 થી અત્યાર સુધી તેઓ દેસના વડાપ્રધાન છે. હાલમાં તેઓ યુપીની વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
લખનઉ બેઠક પરથી રાજનાથ સિંહ
રાજનાથ સિંહ દેશના રક્ષામંત્રી છે. તેઓ વર્ષ 2000થી 2002 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ યુપીના લખનૌથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.
વિદિશા બેઠક પરથી શિવરાજ સિંહ ચૌહાણ
શિવરાજ સિંહ ચૌહાણ 2005થી 2018 અને ફરીથી 2020થી 2023 સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ મધ્યપ્રદેશની વિદિશા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
કરનાલ બેઠક પરથી મનોહરલાલ ખટ્ટર
મનોહરલાલ ખટ્ટર 2014થી 2024 સુધી હરિયાણાના મુખ્યમંત્રી હતા. તેઓ હરિયાણાના કરનાલ સંસદીય ક્ષેત્રથી પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.
ખુંટી બેઠક પરથી અર્જૂન મુંડા
અર્જુન મુંડા 2003થી 2006 અને ફરીથી 2010થી 2013 સુધી ઝારખંડના મુખ્યમંત્રી હતા. તે ઝારખંડની ખુંટી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
બેલગામ બેઠક પરથી જગદીશ શેટ્ટર
જગદીશ શેટ્ટર 2012થી 2013 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા. તેઓ કર્ણાટકની બેલગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
હાવેરી બેઠક પરથી બસવરાજ બોમાઈ
બસવરાજ બોમાઈ 2021થી 2023 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા. તે કર્ણાટકના હાવેરીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
હરિદ્વાર બેઠક પરથી ત્રિવેન્દ્ર સિંહ રાવત
ત્રિવેન્દ્ર સિંહ રાવત 2017થી 2021 સુધી ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા. ભાજપે તેમને ઉત્તરાખંડના હરિદ્વારથી ટિકિટ આપી છે.
માંડ્યા બેઠક પરથી એચડી કુમારસ્વામી
એચડી કુમારસ્વામી 2006થી 2007 અને ફરીથી 2018થી 2019 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી હતા. તેઓ માંડ્યા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકમાં ભાજપ-જેડીએસનું ગઠબંધન છે.
રાજમપેટ બેઠક પરથી નલ્લારી કિરણ કુમાર રેડ્ડી
નલ્લારી કિરણ કુમાર રેડ્ડી 2010થી 2014 સુધી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ આંધ્ર પ્રદેશના રાજમપેટથી ચૂંટણી લડી રહ્યા છે.
દીબ્રુગઢ બેઠક પરથી સર્બાનંદ સોનોવાલ
સર્બાનંદ સોનોવાલ 2016થી 2021 સુધી આસામના મુખ્યમંત્રી હતા. તેઓ દીબ્રુગઢથી ચૂંટણી લડી રહ્યા છે.
ત્રિપુરા પશ્ચિમ બેઠક પરથી બિપ્લબ કુમાર દેબ
બિપ્લબ કુમાર દેબ 2018થી 2022 સુધી ત્રિપુરાના મુખ્યમંત્રી હતા. તેઓ ભાજપની ટિકિટ પર ત્રિપુરા પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
રામનાથપુરમ બેઠક પરથી ઓ પનીરસેલ્વમ
ઓ પનીરસેલ્વમ (ભાજપ સમર્થિત સ્વતંત્ર) 2001થી 2002, 2014થી 2015 અને ફરીથી 2016થી 2017 દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી હતા. તેઓ તમિલનાડુના રામનાથપુરમથી ચૂંટણી લડી રહ્યા છે.
ગયા બેઠક પરથી જીતનરામ માંઝી
જીતન રામ માંઝી (HAM-S) 2014થી 2015 સુધી બિહારના મુખ્યમંત્રી હતા. માંઝી ગયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. માંઝીની પાર્ટીનું ભાજપ સાથે ગઠબંધન છે.
રાજગઢ બેઠક પરથી દિગ્વિજય સિંહ
દિગ્વિજય સિંહ (કોંગ્રેસ) 1993થી 2003 સુધી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી હતા. રાજગઢ પાર્ટી તેમને ચૂંટણી લડવા માટે મજબૂર કરી રહી છે.
રાજનાંદગાંવ બેઠક પરથી ભૂપેશ બઘેલ
ભૂપેશ બઘેલ (કોંગ્રેસ) 2018થી 2023 સુધી છત્તીસગઢના મુખ્યમંત્રી હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર રાજનાંદગાંવ ચૂંટણી લડી રહ્યા છે.
બારામુલા બેઠક પરથી ઓમર અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા (JKNC) 2009થી 2015 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા. તેઓ બારામુલાથી ચૂંટણી લડી રહ્યા છે.
અનંતનાગ રાજૌરી બેઠક પરથી મહેબૂબા મુફ્તી
મહેબૂબા મુફ્તી (JKPDP) 2016થી 2018 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા. તે અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.
અનંતનાગ રાજૌરી બેઠક પરથી ગુલામ નબી આઝાદ
ગુલામ નબી આઝાદ (DPAP) 2005થી 2008 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા. તેઓ અનંતનાગ-રાજૌરીથી ચૂંટણી મેદાનમાં છે.
જાલંધર બેઠક પરથી ચરણજીત સિંહ ચન્ની
ચરણજીત સિંહ ચન્ની (કોંગ્રેસ) 2021થી 2022 સુધી પંજાબના મુખ્યમંત્રી હતા. તેઓ જલંધર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
અરૂણાચલ પશ્ચિમ બેઠક પરથી નબામ તુકી
નબામ તુકી (કોંગ્રેસ) 2011થી 2016 દરમિયાન બે વાર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા અને ફરીથી 2016માં ટૂંકા ગાળા માટે મુખ્યમંત્રી બન્યા. તેઓ અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
પુડુચેરી બેઠક પરથી વી વૈથિલિંગમ
વી વૈથિલિંગમ (કોંગ્રેસ) 1991થી 1996 અને ફરીથી 2008થી 2011 સુધી પુડુચેરીના મુખ્યમંત્રી હતા. તેઓ પુડુચેરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થશે
ઉલ્લેખનીય છે કે, 18મી લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ યોજાશે. ચૂંટણીનું પરિણામ 4 જૂને જાહેર થશે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે, પાર્ટી અથવા ગઠબંધનને 272 બેઠકો જીતવી આવશ્યક છે. 2019 માં છેલ્લી ચૂંટણીઓમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ 303 બેઠકો જીતી હતી, જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે 52 બેઠકો જીતી હતી.
આ પણ વાંચો - LOKSABHA 2024 : ગુજરાતમાં આજે આ ઉમેદવારો નોંધાવશે પોતાની ઉમેદવારી, રૂપાલા ઉપર રહેશે સૌની નજર
આ પણ વાંચો - Lok Sabha elections : કોઈએ યોજ્યો રોડ શૉ તો કોઈએ ખુલ્લી જીપમાં કર્યો પ્રચાર, જાણો કોણે કોણે નોંધાવી ઉમેદવારી ?