Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

18 મી લોકસભાનું સત્ર ક્યારે શરૂ થશે? સંસદીય કાર્ય મંત્રી Kiren Rijiju એ આ આપી જાણકારી...

લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી હાંસલ કર્યા બાદ કેન્દ્રમાં સતત ત્રીજી વખત NDA ની સરકાર બની છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રી પરિષદે પણ પોતાનું કામ સાંભળી લીધું છે. દરમિયાન હવે તમામની નજર સંસદ પર છે. નવા સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ...
18 મી લોકસભાનું સત્ર ક્યારે શરૂ થશે  સંસદીય કાર્ય મંત્રી kiren rijiju એ આ આપી જાણકારી

લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી હાંસલ કર્યા બાદ કેન્દ્રમાં સતત ત્રીજી વખત NDA ની સરકાર બની છે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંત્રી પરિષદે પણ પોતાનું કામ સાંભળી લીધું છે. દરમિયાન હવે તમામની નજર સંસદ પર છે. નવા સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ (Kiren Rijiju)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંસદ સત્ર સંબંધિત માહિતી શેર કરી છે.

Advertisement

સંસદનું સત્ર 24 જુલાઈથી શરુ થશે...

તેમણે માહિતી આપી હતી કે 18 મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. જેમાં નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. સ્પીકર ચૂંટાશે. રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થશે.

Advertisement

ત્રીજી જુલાઈના રોજ સમાપ્ત થશે...

કિરેન રિજિજુ (Kiren Rijiju)એ કહ્યું કે નવા ચૂંટાયેલા સભ્યોને સત્રના પ્રથમ ત્રણ દિવસમાં શપથ લેવડાવવામાં આવશે. આ ઉપરાંત ગૃહના અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મું 27 જૂને બંને ગૃહોની સયુંકત બેઠકને સંબોધિત કરશે અને આગામી પાંચ વર્ષ માટે નવી સરકારનો રોડમેપ રજૂ કરશે. સંસદનું સત્ર ત્રણ જુલાઈના રોજ પૂરું થશે.

Advertisement

વિપક્ષ આક્રમક રહે તેવી શક્યતા છે...

નવી લોકસભામાં વિપક્ષનું વલણ આક્રમક રહે તેવી પૂરી શક્યતાઓ છે. કારણ કે આ ચૂંટણીમાં લોકસભામાં વિરોધ પક્ષોનું પ્રતિનિધિત્વ વધ્યું છે અને INDI એલાયન્સના સાંસદોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. બીજી તરફ NDA પાસે બહુમતી છે પરંતુ તેની આગેવાની હેઠળની ભાજપ છેલ્લી બે લોકસભા ચૂંટણીની જેમ પૂર્ણ બહુમતી મેળવી શકી નથી. તે તેના સાથીઓ પર સંપૂર્ણપણે નિર્ભર છે. આવી સ્થિતિમાં વિપક્ષ સરકાર પર દબાણ બનાવવાની રણનીતિ અપનાવી શકે છે.

આ પણ વાંચો : Delhi : શાળાઓ બાદ મ્યુઝિયમ પણ આતંકીઓના નિશાને, 15 મ્યુઝિયમમાં બોમ્બ!

આ પણ વાંચો : ભારતમાં ચાર વર્ષના બાળકમાં મળ્યો Bird Flu નો કેસ, WHO એ કરી પુષ્ટિ…

આ પણ વાંચો : UP Road Accident : ઝૂંપડાની બહાર સૂતો હતો પરિવાર, કાળ બનીને આવ્યો ટ્રક, 8 લોકોના મોત…

Tags :
Advertisement

.