Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

US : ટ્રમ્પ બન્યા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, ઉપરાષ્ટ્રપતિ પદ માટે આ નામની જાહેરાત

Donald Trump : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election in America) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ સક્રિય થઇ ગયા છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં પણ છે. તેમના પર થયેલા હુમલા બાદ કહેવાય છે...
us   ટ્રમ્પ બન્યા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર  ઉપરાષ્ટ્રપતિ પદ માટે આ નામની જાહેરાત

Donald Trump : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election in America) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ સક્રિય થઇ ગયા છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં પણ છે. તેમના પર થયેલા હુમલા બાદ કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જ આ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ (President of America) બનશે. જોકે, સમય પહેલા કઇ પણ કહેવું અઘરૂં છે. પણ તાજેતરમાં માહિતી મળી રહી છે કે, ડોનાલ્ડ ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટી (Republican Party) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિના પદ માટે પણ એક નામની જાહેરાત કરી દીધી છે.

Advertisement

ટ્રમ્પ રાષ્ટ્રપતિ અને જેડી વેન્સ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર 

અમેરિકામાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં પર્યાપ્ત સંખ્યામાં ડેલિગેટ વોટ મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટીના સત્તાવાર ઉમેદવાર બની ગયા છે. આ રીતે ટ્રમ્પ ત્રીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ટ્રમ્પે 2016માં જીત મેળવી હતી, પરંતુ 2020માં જો બાઈડેન સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષના અંતમાં એટલે કે નવેમ્બરમાં તે ફરી એકવાર જો બાઈડેન સામે ટકરાશે. ટ્રમ્પ કેટલાક મહિનાઓ સુધી રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ માટે સંભવિત ઉમેદવાર હતા.

Advertisement

મિલવૌકીમાં પાર્ટીના સંમેલનમાં હાજર રહેલા પ્રતિનિધિઓના મત મેળવીને તેઓ સોમવારે સત્તાવાર રીતે રિપબ્લિકન ઉમેદવાર બન્યા. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઓહાયો સેનેટર જેડી વેન્સને તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. લાંબા સમય બાદ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે ઓહિયોના સેનેટર જેડી વેન્સને વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.

જેડી વેન્સ કોણ છે?

જેડી વેન્સ ઓહિયો રાજ્યમાંથી US સેનેટર છે. 39 વર્ષીય જેડી વેન્સ 2016 માં તેમના સંસ્મરણો 'હિલબિલી એલિજી' ના પ્રકાશન પછી ચર્ચામાં આવ્યા હતા. તેઓ 2022માં સેનેટ માટે ચૂંટાયા હતા. જણાવી દઈએ કે વેન્સ 2016માં ટ્રમ્પના કટ્ટર ટીકાકાર હતા. જોકે, હવે તે ટ્રમ્પના સૌથી મોટા સમર્થકોમાંના એક છે. વાન્સની પત્ની ભારતીય મૂળની છે. ઉષા ચિલુકુરી વેન્સ આંધ્ર પ્રદેશની હોવાનું કહેવાય છે.

Advertisement

ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જાહેરાત કરી હતી કે લાંબા વિચાર-વિમર્શ અને ચિંતન પછી મેં નિર્ણય લીધો છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ ઓહિયોના સેનેટર જેડી વેન્સ છે. જે.ડી. તેમનું પુસ્તક 'હિલબિલી એલિજી' બેસ્ટ સેલર રહ્યું છે અને તેના પર એક ફિલ્મ પણ બની છે. જેડીએ ટેક્નોલોજી અને ફાઇનાન્સમાં ખૂબ જ સફળ બિઝનેસ કારકિર્દી કરી છે.

ચૂંટણી રેલી દરમિયાન ટ્રમ્પ પર ઘાતક હુમલો

શનિવાર, 14 જુલાઈના રોજ, US સમય અનુસાર સાંજે લગભગ 6 વાગ્યે, ભૂતપૂર્વ US રાષ્ટ્રપતિ ટ્રમ્પ, પેન્સિલવેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. રેલીમાં તેમણે ભાષણ શરૂ કરતાં જ તેમના પર ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. પહેલા બે ગોળી ચલાવવામાં આવી હતી, જેમાંથી એક તેમના કાનને સ્પર્શી હતી. આ ઘટનામાં ગોળીબાર કરનાર સહિત 2 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. અમેરિકાના સિક્રેટ એજન્ટે તરત જ શૂટરને મારી નાખ્યો. ટ્રમ્પને ઝડપથી ત્યાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Doug Mills : જેણે કેમેરામાં કેદ કરી ટ્રમ્પ પર છોડાયેલી ગોળી..!

આ પણ વાંચો - Donald Trump પર હુમલા બાદ Joe Biden નો અમેરિકાને સંદેશ, કહ્યું- આ ચૂંટણીમાં દાવ ઘણો ઊંચો…

Tags :
Advertisement

.