Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ ચાલબાઝે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના 58 વખત હવાઈ મુસાફરી કરી..

અત્યાર સુધીમાં આપણે ઘણા એવા ચાલબાઝ જોયા હશે જેમની યુક્તિઓ આપણને વિચારવા મજબૂર કરી દે છે. આજે આપણે એવા વ્યક્તિ વિશે જાણીશું જેને એક એરલાઇન કંપનીને ચૂનો લગાડ્યો છે. આ ચાલબાઝે કુલ 58 વખત એક પણ રૂપિયો આપ્યા વિના પ્લેનમાં...
આ ચાલબાઝે એક પણ રૂપિયો ચૂકવ્યા વિના 58 વખત હવાઈ મુસાફરી કરી
Advertisement

અત્યાર સુધીમાં આપણે ઘણા એવા ચાલબાઝ જોયા હશે જેમની યુક્તિઓ આપણને વિચારવા મજબૂર કરી દે છે. આજે આપણે એવા વ્યક્તિ વિશે જાણીશું જેને એક એરલાઇન કંપનીને ચૂનો લગાડ્યો છે. આ ચાલબાઝે કુલ 58 વખત એક પણ રૂપિયો આપ્યા વિના પ્લેનમાં મુસાફરી કરી છે. પરંતુ હવે તે કાનૂનના હાથે પકડાઈ ગયો છે અને બધાને તેની આ યુક્તિ વિશે બધાને જાણ થઈ ગઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

Advertisement

એક પણ રૂપિયો ચૂકવ્યા વિના 58 વખત હવાઈ મુસાફરી કરી

અહિયાં આપણા મનમાં એ પ્રશ્ન આવે કે તેને આ કર્યું કેવી રીતે હશે. તો સમગ્ર ઘટના એમ છે કે, Tyrone Barugh નામના આ વ્યક્તિએ એક પણ રૂપિયો ચૂકવ્યા વિના 58 વખત હવાઈ મુસાફરી કરી છે, તેના માટે પહેલા તેણે $171 માં ઓકલેન્ડથી સિડનીની ફ્લાઈટ બુક કરી હતી. આ ટિકિટ બૂક કર્યા બાદ તેને પ્રમોશન તરીકે તેને ફ્રી રિટર્ન ટિકિટ મળી. ત્યારપછી તે વ્યક્તિએ તેની ટિકિટ કેન્સલ કરી અને તેના બદલામાં જેટસ્ટાર ક્રેડિટ અને ટિકિટ મેળવી જેના પર તે મુસાફરી કરી શકે. ચાલબાઝને આ લૂપ હૉલ મળતા આ પછી તેણે 57 વાર આવું જ કર્યું. ટિકિટ બુક કરાવ્યા બાદ જ્યારે તેને રિટર્ન ટિકિટ મળી ત્યારે તે મુખ્ય ટિકિટ કેન્સલ કરી દેતો હતો. ટિકિટ કેન્સલ કરવા પર, તેને જેટસ્ટાર ક્રેડિટ મળશે, જેનો તે આગામી ટિકિટ બુકિંગ માટે ઉપયોગ કરી શકશે.

Advertisement

હવે એરલાઈન્સ વ્યક્તિ પર પૈસા ચૂકવવા માટે દબાણ કરી રહી છે

હવે આ ચાલબાઝ ઝડપાઇ ગયો છે. તેની વાત સામે આવ્યા બાદ હવે એરલાઈન્સ વ્યક્તિ પર પૈસા ચૂકવવા માટે દબાણ કરી રહી છે. આટલી ચાલાકી કર્યા બાદ પણ આ વ્યક્તિ કહે છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી. પરંતુ તેણે આ માટે એક યુક્તિ અપનાવી છે અને તે તેમાં સફળ રહ્યો છે. જો કે જેટ સ્ટાર તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી, પરંતુ જે રીતે Tyrone Barugh એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. આ પોસ્ટ જોયા બાદ સૌને તેના કારનામા વિશે જાણ થઈ હતી.

Advertisement

આ પણ વાંચો : Southwest Airlines Video: વિમાન સૂવા માટે મહિલા મુસાફરે અપનાવી અનોખી યુક્તિ

Tags :
Advertisement

Trending News

.

×