Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈટાલીના મિલાનમાં જોરદાર વિસ્ફોટ, અનેક વાહનોમાં લાગી આગ, મચી અફરાતફરી

ઈટાલીના મિલાનમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટને કારણે અનેક વાહનોમાં આગ લાગી છે. જેના કારણે ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર પાર્કિંગમાં બ્લાસ્ટ થયા બાદ અફરાતફરી મચી ગઈ છે. આ બ્લાસ્ટ મિલાન સિટી સેન્ટરમાં...
ઈટાલીના મિલાનમાં જોરદાર વિસ્ફોટ  અનેક વાહનોમાં લાગી આગ  મચી અફરાતફરી

ઈટાલીના મિલાનમાં મોટો વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટને કારણે અનેક વાહનોમાં આગ લાગી છે. જેના કારણે ચારેબાજુ અરાજકતા ફેલાઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે કાર પાર્કિંગમાં બ્લાસ્ટ થયા બાદ અફરાતફરી મચી ગઈ છે. આ બ્લાસ્ટ મિલાન સિટી સેન્ટરમાં થયો હતો, જે બાદ અનેક વાહનોમાં આગ લાગી હતી. મિલાન શહેરમાં થયેલા આ વિસ્ફોટનો હૃદયદ્રાવક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાહનો સળગતા અને લોકો આગથી ભાગતા જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.

Advertisement

ઘટનાના પ્રત્યક્ષદર્શી મુજહ, ઓક્ટિજન ટેંકની એક વાનમાં આ વિ્સફોટ થયો હતો. કેટલાક સ્થાનિકો મુજબ, સૌપ્રથમ એક સિલિન્ડરમાં આગ લાગી હતી અને ત્યારબાદ જોરદાર ધડાકો થયો હતો. આગને કારણે રસ્તા પર પડેલી ચાર કામાં, તેની પાસે આવેલી ફાર્મસીની દુકાનમાં અને તેની પાસે આવેલા એક અપાર્ટમેન્ટમાં આગ ફેલાઈ હતી. એમ્બુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. જોકે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

આ દુર્ઘટના બાદ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આગ ઓલવવાનું કામ પણ ચાલી રહ્યું છે. મિલાન શહેરની વસ્તી લગભગ 13 મિલિયન છે જ્યારે શહેરી વિસ્તાર 4,300,000 ની અંદાજિત વસ્તી સાથે યુરોપિયન યુનિયનમાં પાંચમો સૌથી મોટો વિસ્તાર છે. ઇટાલિયન અખબાર લા રિપબ્લિકા અનુસાર, મિલાનના પોર્ટા રોમાના વિસ્તારમાં એક કારમાં વિસ્ફોટ થયો હતો. આ પછી કેટલાક વાહનો અને મોપેડમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ ઓક્સિજન ટેન્ક લઈ જતી ટ્રકમાં બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે.

Advertisement

આ પણ વાંચો : કંગાળ પાકિસ્તાનના કરોડપતિ ઈમરાન, 600 એકર જમીન ઉપરાંત આટલા કરોડોનો છે માલિક

Tags :
Advertisement

.