Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

OMG : માલદીવ સરકારે કરી એક માસૂમ બાળકની હત્યા ! જાણો શું છે સમગ્ર મામલો

Maldives Government : માલદીવ હવે તેનો અસલી ચહેરો બતાવી રહ્યું છે. અહીં નવી સરકારના આવ્યા બાદથી ભારત તરફનું તેનું વલણ હવે કોઇનાથી છુપું રહ્યું નથી. પણ હવે માલદીવ સરકારે જે કર્યું છે તે જાણીને કોઇ પણ તેમને હત્યારા જ કહેશે....
omg   માલદીવ સરકારે કરી એક માસૂમ બાળકની હત્યા   જાણો શું છે સમગ્ર મામલો

Maldives Government : માલદીવ હવે તેનો અસલી ચહેરો બતાવી રહ્યું છે. અહીં નવી સરકારના આવ્યા બાદથી ભારત તરફનું તેનું વલણ હવે કોઇનાથી છુપું રહ્યું નથી. પણ હવે માલદીવ સરકારે જે કર્યું છે તે જાણીને કોઇ પણ તેમને હત્યારા જ કહેશે. તમે વિચારતા હશો કે એવું તે શું કર્યું માલદીવ સરકારે (Maldives Government) ? તો અમે તમને જણાની દઇએ કે, માલદીવ સરકારના એક નિર્ણયના કારણે આજે 14 વર્ષના બાળક (14 Years Old Child) નું મોત થયું છે. આ સરકારે ભારતીય હેલિકોપ્ટર (Indian Helicopter) દ્વારા ઈમરજન્સી ફ્લાઈટ્સને મંજૂરી આપી ન હતી. જેના કારણે બાળકને સમયસર હોસ્પિટલ લઈ જઈ શકાયો ન હતો. બાળકને એર એમ્બ્યુલન્સ (Air Ambulance) દ્વારા રાજધાની માલેની હોસ્પિટલમાં લઈ જવાનો હતો પરંતુ પરવાનગી આપવામાં આવી ન હતી. અને પછી તે જ થયું જેની સંભાવનાઓ હતી. સારવારમાં વિલંબ થતાં બાળકનું મોત થયું હતું.

Advertisement

માલદીવે બતાવ્યો તેનો અસલી ચહેરો (OMG)

માનવતા મરી પરવારી, આ વાક્ય તાજેતરમાં માલદીવ સરકારને ફીટ બેસે છે. માલદીવ સરકારના એક નિર્ણયે એક બાળકના શ્વાસ બંધ કરી દીધા છે. કોઇ દુશ્મન સાથે પણ ન કરે તેવું કામ માલદીવ સરકારે કર્યું છે. એક 14 વર્ષનું બાળક, જેને ભારતે ડોર્નિયર એરક્રાફ્ટ (Dornier aircraft) માં એરલિફ્ટ કરવાની ઓફર કરી હતી, તેનું શનિવારે માલદીવ (Maldives) માં મૃત્યુ થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Mohammed Muizu) એ આને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ છોકરાને મગજની ગાંઠ હતી અને તેને સ્ટ્રોક આવ્યો હતો. બાળકની સ્થિતિ નાજુક બની જતાં તેના પરિવારે તેને ઘરેથી રાજધાની માલે લઈ જવા માટે એર એમ્બ્યુલન્સની અપીલ (Air ambulance appeal) કરી હતી.

Advertisement

બાળકને ન બચાવી શકી Maldives Government 

પરિવારનો આરોપ છે કે અધિકારીઓ તેને તાત્કાલિક તબીબી સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરી શક્યા નથી. ભારતે અગાઉ માલદીવને તબીબી સહાય અને આપત્તિઓ દરમિયાન ઉપયોગ માટે બે નૌકાદળના હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટનું દાન કર્યું હતું. માલદીવના મીડિયા અહેવાલો અનુસાર, ત્યાંની સરકાર બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવા માંગતી ન હતી. જેના કારણે બાળકને સારવાર મળી શકી ન હતી.

બાળકના પિતાએ શું કહ્યું ?

બાળકના પિતાનું નિવેદન માલદીવના મીડિયામાં પ્રકાશિત થયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'દીકરાને સ્ટ્રોક આવ્યા બાદ તરત જ અમે તેને માલે લઈ જવા માટે આઇલેન્ડ એવિએશનને ફોન કર્યો હતો, પરંતુ તેઓએ અમારા કોલનો જવાબ આપ્યો ન હતો. ગુરુવારે સવારે 8:30 વાગ્યે અમારા કોલનો જવાબ આપવામાં આવ્યો હતો, જ્યારે આવા કેસોનો ઉકેલ એર એમ્બ્યુલન્સ છે. છોકરાના પિતાએ કહ્યું કે, તેને ઈમરજન્સી ખાલી કરાવવાની અપીલ કર્યાના 16 કલાક બાદ માલે પાસે લાવવામાં આવ્યો હતો. જ્યા ડૉક્ટર મારા બાળકને બચાવી શક્યા નહી.

Advertisement

ભારત સાથેના સંબંધો કેમ બગડ્યા?

ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં ભારત અને માલદીવ (India and Maldives) વચ્ચેના સંબંધો ખૂબ જ ખરાબ થયા છે. આવું ત્યારે થયું જ્યારે પીએમ મોદીએ તેમની લક્ષદ્વીપ (Lakshadweep) મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી. જે બાદ માલદીવના નેતાઓએ તેમના પર વાંધાજનક ટિપ્પણી (Objectionable Comments) કરી હતી. માલદીવમાં ભારતીય સેનાની એક નાની ટુકડી તૈનાત છે. ત્યાંના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ (Mohammed Muizu) એ આ સૈનિકોને ભારત પાછા ફરવા કહ્યું છે. નવા રાષ્ટ્રપતિ મોઇઝુનો ઝુકાવ ચીન તરફ છે. આ પણ એક કારણ છે કે તે ભારતથી દૂર જઇ રહ્યું છે.

 આ પણ વાંચો - Maldives: શાન ઠેકાણે આવી! ભારતીય પ્રવાસીઓનો બહિષ્કારથી માલદીવને રોજનું કરોડોનું નુકસાન

આ પણ વાંચો - ચીનથી પરત ફર્યા બાદ Maldives ના રાષ્ટ્રપતિએ ભારતને બતાવી લાલ આંખ, જાણો શું કહ્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.