ISRAEL - HAMAS WAR : ગાઝામાં યુદ્ધનું ભયાવહ સ્વરૂપ, મૃત્યુઆંક 37 હજારને પાર
ISRAEL - HAMAS WAR : ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે સામે આવી રહેલા અહેવાલો અનુસાર, રફાહ સરહદ નજીક દક્ષિણ ગાઝામાં એક ઘાતકી હુમલામાં ઇઝરાયલના આઠ સૈનિકો માર્યા ગયા હતા. મળતી માહિતી અનુસાર, ઇઝરાયલના સૈનિકો રાતભરના ઓપરેશન પછી સૈનિકો આરામ કરવા માટે કબજે કરેલી ઇમારતો તરફ જઈ રહ્યા હતા તે સમય દરમિયાન તેમના ઉપર હુમલો થયો હતો. આ હુમલામાં ઇઝરાયલના કુલ આઠ સૈનિકો મૃત્યુ પામતા હવે હમાસ સામે લડતા માર્યા ગયેલા ઈઝરાયેલ સૈનિકોની કુલ સંખ્યા 307 થઈ ગઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
ISRAEL ના સૈનિકો ઉપર હુમલો, કુલ 8 સૈનિકોએ ગુમાવ્યો જીવ
Israeli occupation forces announce that 8 of its soldiers were killed in a complex ambush by the resistance in Rafah city.
(Illustrative photo) pic.twitter.com/qQVpM5E4n3
— Quds News Network (@QudsNen) June 15, 2024
ઇઝરાયલના સૈનિકો ઉપર રફાહ સરહદ નજીક દક્ષિણ ગાઝામાં હુમલો થયો હતો. મળતી માહિતી અનુસાર, તમામ સૈનિકો એક સશસ્ત્ર કોમ્બેટ એન્જિનિયરિંગ વાહન (CEV) ની અંદર માર્યા ગયા હતા. રાતભરના ઓપરેશન પછી સૈનિકો આરામ કરવા માટે કબજે કરેલી ઇમારતો તરફ જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલની સેનાએ તેના એક સૈનિકની ઓળખ 23 વર્ષીય કેપ્ટન વસીમ મહમૂદ તરીકે કરી છે, જે કોમ્બેટ એન્જિનિયરિંગ કોર્પ્સમાં ડેપ્યુટી કંપની કમાન્ડર હતા. બાકીની પુષ્ટિ થઈ નથી.
ISRAEL ના હવાઈ હુમલામાં 15 લોકો માર્યા ગયા
વધુમાં મળતી માહિતી અનુસાર, શનિવારે ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયલી હુમલામાં ઘણા પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. આ સાથે જ કુલ મૃત્યુઆંક 37,296 થયો હતો. ગાઝા શહેરમાં બે મકાનો પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 15 લોકો માર્યા ગયા હતા.
રફાહમાં લાખો પેલેસ્ટાઈનના લોકો બેઘર
અહી નોંધનીય છે કે, રફાહમાં ઘણા સ્થળોએ ઇઝરાયેલી સૈનિકો અને પેલેસ્ટિનિયન લડવૈયાઓ વચ્ચે સામ-સામે લડાઈ ચાલુ છે. ત્યાં હજુ પણ લાખો બેઘર પેલેસ્ટાઈન છે અને હમાસ અને ઇસ્લામિક જેહાદના લડવૈયાઓ ઇઝરાયલી સૈનિકો સામે લડી રહ્યા છે.
આ પણ વાંચો : Fault in Qatar Airways AC : ફ્લાઈટમાં કલાકો સુધી AC બંધ રહ્યું, ગરમીના કારણે મુસાફર બેભાન