વિમાનમાં યાત્રીએ કર્યો પેશાબ, પછી જે કર્યું તે તમે વિચારી પણ નહીં શકો
Man Urine in Plane : વિમાનમાં મુસાફરી (Traveling by plane) કરવી એક સ્ટેટસ કહેવાય છે પણ છેલ્લા ઘણા સમયથી યાત્રા (journey) દરમિયાન જે થઇ રહ્યું છે તે ચોંકાવનારું (shocking) છે. તમે છેલ્લા 1-2 વર્ષમાં વિમાનમાં પેશાબની ઘટના (urinating incident) જેવી વિચિત્ર ઘટનાઓ (strange incidents) ના સમાચાર જોયા જ હશે. આવું એકવાર ફરી થયું હોવાનું સામે આવ્યું છે. આ વખતે એક ઓસ્ટ્રેલિયાના વિમાન (Australian plane) માં વિચિત્ર ઘટના બની છે. જેમા એક શખ્સ નશા (drunk) માં ધૂત હતો અને તેણે પ્લેનમાં એવી જગ્યાએ પેશાબ (Urin) કર્યો કે જેના વિશે જાણી થોડીવાર માટે તમે પણ તમારું માંથુ ખંજવાડવા લાગશો.
યાત્રીએ એવી જગ્યાએ પેશાબ કર્યો કે હંગામો મચી ગયો
પેશાબકાંડની આ ઘટના સિડની એરપોર્ટની છે. ફ્લાઇટ અહીં પહોંચ્યા પછી, પ્લેનમાંથી ઉતરવામાં વિલંબ દરમિયાન, એક યાત્રીએ પેશાબ કર્યો હતો. આ યાત્રીએ એવી જગ્યાએ પેશાબ કર્યો કે તમે તેના વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો. તેણે પેશાબ એક કપમાં કર્યો હતો. તેટલું જ નહીં આ શખ્સે પ્લેનમાંથી બહાર નીકળતા જ ફ્લાઇટ એટેન્ડન્ટ પર પેશાબ ફેંકી દીધો હતો. જોકે, આમ કરવા બદલ પેસેન્જરને દંડ ફટકારવામાં આવ્યો છે. પેસેન્જરના આ પગલાથી સમગ્ર પ્લેનમાં ખળભળાટ મચી ગયો હતો. ઑસ્ટ્રેલિયન સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ ઘટના ગયા ડિસેમ્બરમાં ઑકલેન્ડથી એર ન્યુઝીલેન્ડની 3 કલાકની ફ્લાઇટમાં બની હતી અને સિડનીની એક કોર્ટે ફેબ્રુઆરીમાં આક્રમક વર્તન માટે 55 વર્ષિય શખ્સ પર 600 ઑસ્ટ્રેલિયન ડૉલર (US$395)નો દંડ ફટકાર્યો હતો. આ ઘટના શુક્રવારે લોકોના ધ્યાન પર આવી, જ્યારે ન્યૂઝીલેન્ડની ન્યૂઝ વેબસાઈટ સ્ટફએ અહેવાલ આપ્યો કે તે જ પંક્તિમાં એક મુસાફર હોલીએ કહ્યું કે તેણે ફ્લાઇટ ક્રૂને આ વર્તનની જાણ કરી હતી. તેણે કહ્યું કે તે અને તેની 15 વર્ષની પુત્રી ગલિયારે અને તે વચ્ચેની સીટ પર બેઠા હતા ત્યારે વિન્ડો સીટ પર બેઠેલો વ્યક્તિ કપમાં પેશાબ કરી રહ્યો હતો. જોકે, પુરૂષ મુસાફરનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
ફ્લાઇટ એટેન્ડન્ટ પર ફેંક્યો પેશાબ
હોલીએ કહ્યું કે, તે અને તેની 15 વર્ષની પુત્રી ગલિયારે અને વચ્ચેની સીટ પર બેઠો હતો, ત્યારે વિન્ડો સીટ પરના વ્યક્તિએ કપમાં પેશાબ કર્યો હતો. પુરૂષ મુસાફરનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. સ્ટફના અહેવાલ અનુસાર, હૉલીએ જણાવ્યું હતું કે, પ્લેન લગભગ 20 મિનિટ સુધી રસ્તા પર પાર્ક કરીને ટર્મિનલ ગેટ ફાળવવાની રાહ જોઈ રહ્યું હતું જ્યારે તેણે પેસેન્જર કપમાં પેશાબ કરતો હોવાનો સ્પષ્ટ અવાજ સાંભળ્યો હતો. તેણીએ કહ્યું કે, તે માણસ "દેખીતી રીતે તદ્દન નશામાં હતો" અને પ્લેનમાંથી બહાર નીકળતી વખતે તેણે ફ્લાઇટ એટેન્ડન્ટ પર પેશાબ કર્યો હતો.
આ પણ વાંચો - એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો શખ્સ ઝડપાયો
આ પણ વાંચો - લો બોલો! દારૂના નશામાં Pilot એ ઉડાવી ફ્લાઈટ, Air India એ બતાવ્યો બહારનો રસ્તો