Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોટાદમાં જુગારના મુદ્દે યુવકની હત્યા

અહેવાલ - ગજેન્દ્ર ખાચર બોટાદ બોટાદ શહેરનાં હરણકુઈ વિસ્તારમાં બે દિવસ પહેલા ચાર મિત્રો જુગાર રમવા ગયા હતા તે મામલે બોલાચાલી થતાં લાકડા વડે પ્રેમબાબુ નામના શખ્સને માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો...
બોટાદમાં જુગારના મુદ્દે યુવકની હત્યા

અહેવાલ - ગજેન્દ્ર ખાચર બોટાદ

Advertisement

બોટાદ શહેરનાં હરણકુઈ વિસ્તારમાં બે દિવસ પહેલા ચાર મિત્રો જુગાર રમવા ગયા હતા તે મામલે બોલાચાલી થતાં લાકડા વડે પ્રેમબાબુ નામના શખ્સને માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ બનાવમં બોટાદ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હત્યાનો ગુનાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુગારના પૈસા મુદ્દે હત્યા

Advertisement

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં રહેતો અને પાણીપુરીની લારી ચલાવતા પ્રેમબાબુને જુગાર રમવાનો શોખ હતો જેથી ગત તા. ૪ નવેમ્બરે રાત્રીના તેના મિત્રો સાથે હરણકુઈ વિસ્તારમા રહેતા ગયા પ્રસાદના ઘરે જુગાર રમવા ગયો હતો જે દરમ્યાન જુગારના પૈસાને લઈને તેનાજ મિત્રો ગયાપ્રસાદ, રાહુલ, રાકેશ સાથે બોલાચાલી થઇ હતી અને ત્યારે મારામારી થતા પ્રેમબાબુ ને લાકડાના ધોકા વડે માર મારતા પ્રેમબાબુને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે પ્રથમ બોટાદ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં આજે સારવાર દરમ્યાન પ્રેમબાબુનું મૃત્યુ નિપજ્યું હતું અને મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

Advertisement

શહેરનાં હરણકુઈ વિસ્તારમાં ચાર મિત્રો જુગાર રમવાની બાબતે થયેલ મારામારી ના બનાવને પગલે પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જ્યારે ઈજાગ્રસ્તનું સારવાર દરમ્યાન મોત થતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ને હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો----ગાંધીનગરમાં નકલી FCI ડાયરેક્ટર પકડાયો,IPSને આમંત્રણ આપવા પહોંચતા ભાંડો ફૂટ્યો

Tags :
Advertisement

.