Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gambling Tourism : સૌરાષ્ટ્ર અને મુંબઈથી આવેલા 19 જુગારીયાઓ ઝડપાયા

Gambling Tourism : સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitering Cell) ની ટીમે મહેસાણા જિલ્લા પોલીસ (Mahesana Police) ની હદમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 19 આરોપીઓને ઝડપી લીધા છે. ઘોડી પાસાનો જુગાર રમતા ખેલીઓ પાસેથી 2.46 લાખ રૂપિયા રોકડ, 22 મોબાઈલ...
gambling tourism   સૌરાષ્ટ્ર અને મુંબઈથી આવેલા 19 જુગારીયાઓ ઝડપાયા

Gambling Tourism : સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitering Cell) ની ટીમે મહેસાણા જિલ્લા પોલીસ (Mahesana Police) ની હદમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 19 આરોપીઓને ઝડપી લીધા છે. ઘોડી પાસાનો જુગાર રમતા ખેલીઓ પાસેથી 2.46 લાખ રૂપિયા રોકડ, 22 મોબાઈલ ફોન અને 10 વાહનો સહિત કુલ 35.97 લાખ રૂપિયાનો મુદ્દામાલ ટીમ એસએમસી (Team SMC) ને હાથ લાગ્યો છે. જયારે મુખ્ય આરોપીઓ સહિત કુલ 11 શખ્સોને પોલીસ ચોપડે ફરાર દર્શાવાયા છે. SMC ના દરોડોમાં Gambling Tourism ની પોલ ખુલી ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર સ્થાનિક પોલીસના આર્શીવાદથી છેલ્લાં કેટલાંક દિવસોથી જુગારનો અડ્ડો ખેતરોની વચ્ચે ધમધમી રહ્યો હતો.

Advertisement

સાતેક કિમી ખેતરો ખૂંદીને દરોડો પાડ્યો

મહેસાણા જિલ્લા પોલીસના બાવલુ પોલીસ સ્ટેશન (Bavlu Police Station) ની હદમાં અગોલ ગામની સીમમાં લાખો રૂપિયાનો ઘોડી પાસાનો જુગાર રમાતો હોવાની બાતમી પાંચેક દિવસ અગાઉ Team SMC ને મળી હતી. શનિવારની રાતે બાતમી આધારે SMC પીઆઈ આર. જી. ખાંટ (PI R G Khant) તેમના 3 પોલીસ કર્મચારી અને 10 SRP જવાનને લઈને દરોડો પાડવા નીકળ્યા હતા. ખેતરોની વચ્ચે ધમધમી રહેલા જુગારધામ પર પહોંચવાના રસ્તાઓ પર જુગાર સંચાલકોએ માણસો ગોઠવ્યા હોવાથી Team SMC સાતેક કિલોમીટર પગપાળા ખેતરો ખૂંદીને સ્થળ પર પહોંચી હતી. Team SMC જુગારના અડ્ડા પર પહોંચતા મુખ્ય સૂત્રધારો પૈકીના મોટાભાગના આરોપીઓ અંધકારનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યાં હતા. જે ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો તેનો માલિક અગોલનો અહેમદ સિપાઈ છે અને તે પ્રતિદિન હજારો રૂપિયા ભાડા પેટે મેળવતો હતો.

ખેલીઓ બહારગામના અને સંચાલકો સ્થાનિક

બાવલુ પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લા પોલીસની સરહદ પર આવેલું છે. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) ની હદ શરૂ થાય છે. સાણંદ તાલુકા (Sanand) ના અણદેજ ગામનો હૈદર વાઘેલા, રફીક વાઘેલા અને મોહસીન વાઘેલા રાજકોટના રજ્જાક સમા તથા મહેબુબ સાથે મળીને જુગારધામ ચલાવતા હતા. રજ્જાક સમા અને મહેબુબ સૌરાષ્ટ્રમાંથી ખેલીઓને જુગાર રમવા (Gambling Tourism) માટે લઈ આવતા હતા. Team SMC એ સ્થળ પરથી પકડેલા 19 આરોપીઓમાં 8 રાજકોટ શહેર-જિલ્લાના, 5 જૂનાગઢના તથા 1 જામનગરનો રહીશ છે. જ્યારે બે ખેલી મુંબઈથી અને 1 સ્થાનિક તેમજ 1-1 અમદાવાદ ભરૂચથી જુગાર રમવા આવ્યા હતા.

Advertisement

લાખોની રોકડ લઈને સંચાલકો ફરાર

એક રાતમાં લાખો રૂપિયાનો જુગાર રમતો હોવાની બાતમીના આધારે Team SMC એ દરોડો પાડ્યો હતો. જો કે, દરોડા દરમિયાન ખેલીઓની બેંક (રોકડ) જમા રાખનારા અણદેજના જુગાર સંચાલકો લાખો રૂપિયા લઈને ખેતરોમાં થઈને નાસી છૂટ્યા હતા. ફરાર થયેલા આરોપીઓમાં હૈદર વાઘેલા, રફીક વાઘેલા અને મોહસીન વાઘેલા (ત્રણેય રહે. અણદેજ તા. સાણંદ) પોલીસ ચોપડે નોંધાયેલા જુગાર સંચાલકો છે. Team SMC એ સ્થળ પરથી ચાર ફોર વ્હીલર, બે ઑટો રિક્ષા અને ચાર ટુ વ્હીલર જપ્ત કર્યા છે. જૈ પૈકી બે ઑટો રિક્ષા અને ત્રણ ટુ વ્હીલરના માલિકો ધરપકડના ડરથી વાહન બિનવારસી મુકીને ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો: Kheda Police : PI ક્વાટર્સમાં દારૂની મહેફિલ અને મારામારી, 3 PI સામે કાર્યવાહી

Advertisement

Tags :
Advertisement

.