ઓમાન તરફ જઈ રહેલું Cyclone Biparjoy કેમ ગુજરાત તરફ ફંટાયું? શું છે કારણ
Gujarat Cyclone Update : અરબી સમુદ્રામાં સર્જાયેલું Cyclone Biparjoy ગુજરાતમાં કચ્છના અખાત પાસે જખૌ નજીક ત્રાટકવાનું છે. Cyclone Biparjoy ને લઈને મોટી જાનહાનિ થાય નહી તે માટે દરેક સ્તરે તૈયારી કરી લેવામાં આવી છે. દરિયાકિનારામાં વસતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, દરિયાકિનારે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પોલીસ તંત્ર, ફાયર વિભાગ અને 108 સહિતની ઈમર્જન્સી સેવાઓ ખડે પગે છે. પોરબંદરના દરિયાકિનારેથી Cyclone Biparjoy 290 કિમી દુર છે. સાયક્લોનની અસરના પગલે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થઈ ચુક્યો છે.
15 જુન સુધીમાં ત્રાટકશે Cyclone Biparjoy
અરબી સમુદ્રમાં જ્યારે બિપરજોય ચક્રવાત (Cyclone Biparjoy) શરૂ થયું ત્યારે તે ઓમાન તરફ ફંટાશે અથવા તો પાકિસ્તારના કિનારે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ બાદમાં તે માર્ગ બદલાયો અને વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું. હવામાન વિભાગ પ્રમાણે Cyclone Biparjoy 15 જૂનની સાંજ સુધીમાં જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રાટકશે.
દિશા બદલવાનું કારણ શું છે?
અરબી સમુદ્રમાં જ્યારે ચક્રવાત ઉદ્ભવ્યું ત્યારે તેની ઓમાન તરફ આગળ વધી રહ્યું હતુ અને તે ઓમાન થી પાકિસ્તાનના કરાંચી વચ્ચેના કિનારા પર ટકરાવવાની શક્યતા હતી પરંતુ બાદમાં ચક્રાવાતે દિશા બદલી અને ગુજરાત તરફ ફંટાયું. નિષ્ણાંતોના મતે આવું થવા પાછળનું કારણ પવનનું દબાણ છે. પવનના દબાણને કારણે વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે અને આવું પહેલીવાર નથી કે જ્યારે ચક્રવાતે પોતાનો માર્ગ બદલ્યો હોય.
તંત્ર સજ્જ
જણાવી દઈએ કે, Cyclone Biparjoy 15 કે 16 જુન સુધીમાં ગુજરાતના દરિયા કિનારે ત્રાટકવાનું છે. જેને લઈને કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ સહિત દરિયા કિનારાના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ છે. હાલમાં 10 SDRF ટીમો અને 12 NDRF ટીમો ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : વાવાઝોડાની અસરથી અમદાવાદમાં પડશે વરસાદ ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.