Takshashila fire : ન્યાયને ઝંખી રહેલા પીડિતો...!
Takshashila fire: 2019ના વર્ષમાં સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડ (Takshashila fire) માં 22 માસૂમ વિદ્યાર્થીના મોત થયા હતા. આ કેસ હજું પણ અદાલતમાં ચાલી રહ્યો છે. આ કેસના 14 આરોપીઓ 3 વર્ષ પછી જામીન પર છૂટી ગયા હતા. પીડિતોના પક્ષે કેસ લડી રહેલા એડવોકેટ પી.ડી.માંગુકિયા કહે છે કે આ કેસમાં હજું ન્યાય મળતાં એકથી દોઢ વર્ષ લાગશે અને આ કેસને જો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવામાં આવે તો વહેલો ન્યાય મળી શકે છે.
22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા
સુરતની તક્ષશિલા આગ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. 24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં ભગાયનક આગની ઘટના બની હતી. આ ઇમારતમાં કોચિંગ સેન્ટર છે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા અને ઘણા ઇજાગ્રસ્ત થયા. આ ઘટના ભારે હ્રદયવિદારક અને પીડાદાયક હતી, અને રાજ્ય તેમજ દેશભરમાં આ ઘટના સામે ભારે આક્રોશ અને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું.
આ કેસના પીડિતોને હજું પણ ન્યાય મળી શક્યો નથી
જ્યારે રાજકોટ અગ્નિકાંડમાં 33 નિર્દોષ લોકોના મોત થયા છે ત્યારે આ કેસ પણ ફરીથી એક વાર સમાચારમાં આવ્યો છે. આ કેસના પીડિતોને હજું પણ ન્યાય મળી શક્યો નથી. તક્ષશિલા અગ્નિકાંડમાં ફરિયાદી પક્ષ તરફે કેસ લડતા એડવોકેટ પીડી માંગુકિયા સાથે ગુજરાત ફર્સ્ટે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે તક્ષશિલા અગ્નિકાંડમાં હજુ ન્યાય મળતા એક થી દોઢ વર્ષ જેટલો સમય લાગશે.
કેસને જો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તો વહેલો ન્યાય મળી શકે
તેમણે કહ્યું કે આ કેસને જો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તો વહેલો ન્યાય મળી શકે છે. આ ઘટનામાં 22 મે 2019ના રોજ તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા. કેસમાં 14 આરોપીઓ હતા તેમને ત્રણ વર્ષ બાદ જામીનમુક્ત કરવામાં આવ્યા હતા.
પીડિતોએ વળતરની રકમ લીધી નથી
આ કેસમાં આરોપીઓને વળતરની 35 લાખ જેટલી રકમ ચૂકવવાનો આદેશ કોર્ટે કર્યો હતો પરંતુ બાળકોના પરિવારના સભ્યોએ એક પણ રૂપિયો લીધો નથી અને 3 કરોડ જેટલી રકમ હજુ કોર્ટમાં જમા છે
10000 પેજની ચાર્જશીટ કરવામાં આવી
તેમણે કહ્યું કે આ કેસમાં 256 સાક્ષી છે અને 10000 પેજની ચાર્જશીટ કરવામાં આવી છે. હજું 28થી 30 સાક્ષીઓને તપાસવાના બાકી છે
180 વિટનેસ તપાસવામાં આવ્યા છે
અરજીઓ કોર્ટમાં આપીને કેસને લાંબો કરવાનો પ્રયાસ
તેમણે કહ્યું કે આરોપીઓ અલગ-અલગ પ્રકારની અરજીઓ કોર્ટમાં આપીને કેસને લાંબો કરવાનો પ્રયાસ કરે છે. તંત્રની અને રાજનેતાઓની મિલીભક્તોના કારણે આવા ડોમ ઉભા થાય છે અને બાળકોની જિંદગી તેમાં હોમાય છે.
તક્ષશિલા કાંડમાં અધિકારીઓ આરોપી
તેમણે એમ પણ કહ્યું કે તક્ષશિલા અગ્નિકાંડની ઘટનામાં SMCના અધિકારીઓ,વીજ કંપનીના અધિકારીઓ, ફાયર ઓફિસર, સંચાલકો તેમજ ગેરકાયદેસર બાંધકામ કરનારાને આરોપીઓ બનાવવામાં આવ્યા છે. રાજકોટની ઘટનામાં સંબંધિત વિભાગના અધિકારીઓ જવાબદાર છે
અને અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
આ પણ વાંચો---- Rajkot અગ્નિકાંડ મામલામાં 2 PI સસ્પેન્ડ, મોટા અધિકારીઓને બચાવી લેવાયા ?