VADODARA : ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાની હાજરીમાં ગરબા મહોત્સવની ભવ્ય શરૂઆત કરાઇ
અહેવાલ - પીન્ટુ પટેલ, વડોદરા
હાલમાં જયારે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા ડભોઇના એ.પી.એમ.સી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતાના પ્રમુખ સ્થાને ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઇકાલે નવરાત્રીના પ્રથમ દિવસે પ.પૂ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજજીના વરદ હસ્તે અને ડભોઇ - દભૉવતિના ધારાસભ્ય શૈલેશભાઈ મહેતા (સોટ્ટા)ની સાથે પુરાણી સ્વામીની ઉપસ્થિતિમાં આ ગરબા ખુલ્લા મુકવામાં આવ્યા હતા. મહારાજશ્રીએ આ ગરબાને, આયોજકોને અને નગરજનોને આર્શિવચન આપ્યા હતા, નવરાત્રીના પ્રથમ દિવસે સુંદર ગાયક કલાકારો દ્વારા ગરબાની રમઝટ જામી હતી.
ડભોઇ - દભૉવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એ જણાવ્યું હતું કે, ડભોઇ નગરની દિકરીઓને ગરબાની રમઝટ માણવા માટે શહેર તરફ જવુ ના પડે તે માટે ડભોઇ નગરમાં જ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ ડભોઇ નગરની દીકરીઓ લેશે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ સત્તા કરતાં ધર્મ સત્તા વધારે મહાન છે અને હાલ ધર્મ સત્તા આપણી સાથે છે ત્યારે આપણે સંગઠિત થવાની જરૂર છે.
તિલક કરીને અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવનાર વ્યક્તિને ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી અપાશે
માં ગઢભવાની દભૉવતી કલ્ચર ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવમાં દસ દિવસ લલાટ ઉપર તિલક કરીને અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવનાર વ્યક્તિને ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી આપવામાં આવશે. તેમજ ડભોઇ ગઢભવાની કલ્ચરલ ગ્રુપનો અનોખો પ્રયોગ, ગરબા ગ્રાઉન્ડમાં બનાવાયા PM, CM સહિતના લોકપ્રિય નેતાઓના સેલ્ફી બોક્સ સરકારની વિવિધ યોજનાઓને સિધ્ધીને અનુલક્ષીને સેલ્ફી લેવા માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
પ.પૂ ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજજીએ જણાવ્યું હતું કે ડભોઇ - દભૉવતિ નગરીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા) એ ડભોઇથી લલાટ ઉપર તિલકની પ્રથા કરી છે. જેને સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રથાને ફરજિયાત બનાવવામાં આવી છે, જેથી સનાતન હિન્દુ ધર્મને જાળવી રાખવાનું એક આ પગથિયું છે. આ ગરબા મહોત્સવના શુભારંભે નગરના ભાજપા પક્ષના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને નગરના પ્રતિષ્ઠિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો -- KHEDA : કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અઘ્યક્ષતામાં મહુધા ખાતે કૃષિ મેળો યોજાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે