Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Anand : 243 આચાર્યો અને શિક્ષણાધિકારીએ મળીને ચોપડ્યો કરોડો ચૂનો...!

Anand : આણંદ (Anand ) જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શેતરંજી કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2014-15માં શેતરંજી ખરીદવા શાળાઓમાં ગ્રાન્ટ ફળવાઈ હતી પણ તેમાં તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યોએ શેતરંજી કૌભાંડ આચર્યું હતું. કૌંભાડનો 9 વર્ષે...
anand   243 આચાર્યો અને શિક્ષણાધિકારીએ મળીને ચોપડ્યો કરોડો ચૂનો

Anand : આણંદ (Anand ) જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શેતરંજી કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2014-15માં શેતરંજી ખરીદવા શાળાઓમાં ગ્રાન્ટ ફળવાઈ હતી પણ તેમાં તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યોએ શેતરંજી કૌભાંડ આચર્યું હતું.

Advertisement

કૌંભાડનો 9 વર્ષે પર્દાફાશ

આણંદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શેતરંજી કૌભાંડ આચરાયુંહોવાનો ઘટસ્ફોટ થયો છે. વર્ષ 2014-15માં આચરાયેલા આ કૌંભાડનો 9 વર્ષે પર્દાફાશ થયો છે. 9 વર્ષ બાદ આચાર્યોએ કરેલું શેતરંજી કૌભાંડ સામે આવ્યું છે જેમાં અઢી કરોડથી વધુ રકમનું કૌંભાડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે.

એક જ સ્થળેથી શેતરંજી ખરીદવા આચાર્યને ફરજ

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યોએ આ કૌંભાડ આચર્યું હતું. એક જ સ્થળેથી શેતરંજી ખરીદવા આચાર્યને ફરજ પાડવામાં આવી હતી. 243 શાળાના આચાર્યએ એક જ વેપારી પાસેથી શેતરંજી ખરીદી હતી.

Advertisement

અઢી કરોડનું આ કૌંભાડ આચર્યું

આ કૌંભાડમાં બજાર કિંમત કરતા વધુ કિંમત ચૂકવવામાં આવી હતી અને તપાસના અંતે જણાયું હતું કે જિલ્લાના 243 આચાર્ય એ અઢી કરોડનું આ કૌંભાડ આચર્યું હતું. આખરે આ કૌંભાડનો પર્દાફાશ થતાં 9 વર્ષ બાદ 243 આચાર્ય સામે પગલાં ભરવા આદેશ કરાયા છે.

Advertisement

મળવા પાત્ર લાભો અટકી જશે

કૌંભાડમાં સંડોવાયેલા 243 આચાર્ય સામે ચાર્જશીટ કરવામાં આવતાં હવે તેમને મળવા પાત્ર લાભો અટકી જશે. 9 વર્ષ બાદ પગલાં ભરવાના આદેશથી શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો----- Rajkot : એરપોર્ટ પર 100 થી વધુ મુસાફરો રઝળી પડ્યા! એરલાઇન સ્ટાફ સાથે ઊગ્ર બોલાચાલીનો Video વાઇરલ

આ પણ વાંચો----- Unseasonal rain : સાવચેત રહેજો! આગામી બે દિવસ આ જિલ્લાઓમાં કહેર વર્તાવશે માવઠું! વીજળી પડતાં 2 ના મોત

આ પણ વાંચો----- MONSOON : આનંદો..નિયત સમય કરતા આગળ ચાલી રહ્યું છે ચોમાસું..!

આ પણ વાંચો----- VADODARA : મંદિર બહાર દેખાતી “VMC દાનપેટી” એ આશ્ચર્ય સર્જ્યુ

Tags :
Advertisement

.