Vadodara : હરણી લેકઝોન દુર્ઘટનામાં મળ્યા મહત્વના સમાચાર....
VADODARA Harani Lake Zone : વડોદરાના અરેરાટીભર્યા હરણી લેક ઝોન (VADODARA Harani Lake Zone) બોટ દૂર્ઘટનાના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે. હરણી બોટ દુર્ધટના સર્જાયા બાદ ગુજરાત હાઇકોર્ટે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ કર્યો હતો. ઉચ્ચ સ્તરીય તપાસ અહેવાલ આજે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરાયો છે.
સિલ બંધ કવરમાં સંપૂર્ણ ઉચ્ચ સ્તરીય અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો
વડોદરા હરણી બોટ દુર્ધટના મામલે ગુજરાત હાઇકોર્ટે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાનો આદેશ કર્યો હતો. આ તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે. આજે સિલ બંધ કવરમાં સંપૂર્ણ ઉચ્ચ સ્તરીય અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મુકાયો છે. હવે ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારના તપાસ અહેવાલ અને બોટ દુર્ઘટના મામલે સુનાવણી હાથ કરશે.
ટેન્ડર આપવાથી લઈને અનેક ગેરરીતિઓ મામલે ચોંકાવનારો ખુલાસો
મનાઇ રહ્યું છે કે આ ઉચ્ચ સ્તરીય તપાસ અહેવાલમાં બોટ દુર્ઘટનામાં ટેન્ડર આપવાથી લઈને અનેક ગેરરીતિઓ મામલે ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે. જ્યારે આ ઘટના બની ત્યારે ગુજરાત હાઇકોર્ટે ઉચ્ચ સ્તરીય તપાસ કરી 2 મહિનામાં અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.
હાઇકોર્ટે તત્કાલીન મ્યુ. કમિશનરની ભુમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા
ઉલ્લેખનિય છે કે અગાઉ હાઇકોર્ટે તત્કાલીન મ્યુ. કમિશનરની ભુમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા અને સમગ્ર મામલે રાજ્ય સરકારને ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા.
શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને તપાસ સોંપી હતી
હાઇકોર્ટે જ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરીને તપાસ સોંપી હતી. હરણી લેક ઝોનમાં બોટ ડૂબી જવાને કારણે 12 બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો-----હરણી લેક ઝોન દુર્ઘટનાનો કેસ: પોલીસ દ્વારા વત્સલ શાહને કોર્ટમાં રજૂ કરાયો
આ પણ વાંચો----હરણી બોટ દુર્ઘટનામાં મોટા અધિકારીઓને બચાવી કોર્પોરેશને માત્ર નાના અધિકારીઓ સામે કાર્યવાહી કરી સંતોષ માન્યો
આ પણ વાંચો-----Harani Lake : વડોદરાની હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક આરોપીની ધરપકડ, અત્યાર સુધી 13 ઝડપાયા