Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તાંત્રિકનો ભોગ બનેલા પીડિતોની પોલીસે ફરિયાદ પણ ના સાંભળી, વાંચો અહેવાલમાં..

અહેવાલ---દિકેશ સોલંકી, વડોદરા વડોદરામાં તાંત્રિકનો ભોગ બનેલા લોકો સાથે પોલીસની ગેરવર્તણુકનો બનાવ સામે આવ્યો છે જેમાં ગોત્રી પોલીસે પીડિતોની ફરિયાદ ના સાંભળી હોવાની વ્યથા રજુ કરી છે. પીડિતોએ આરોપ લગાવ્યો કે અમે ફરિયાદ આપવા જઇએ ત્યારે અમારી સાથે આરોપી જેવું...
તાંત્રિકનો ભોગ બનેલા પીડિતોની પોલીસે ફરિયાદ પણ ના સાંભળી  વાંચો અહેવાલમાં
અહેવાલ---દિકેશ સોલંકી, વડોદરા
વડોદરામાં તાંત્રિકનો ભોગ બનેલા લોકો સાથે પોલીસની ગેરવર્તણુકનો બનાવ સામે આવ્યો છે જેમાં ગોત્રી પોલીસે પીડિતોની ફરિયાદ ના સાંભળી હોવાની વ્યથા રજુ કરી છે. પીડિતોએ આરોપ લગાવ્યો કે અમે ફરિયાદ આપવા જઇએ ત્યારે અમારી સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.
મહિલાને ધક્કા ખવડાવ્યા
પ્રાપ્ત માહિતી મુજબ   કશ્યપ રામાનુજ નામના શખ્સે પોતે તાંત્રિક હોવાની ઓળખ આપી એક મહિલા સાથે ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાનો એક મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર કશ્યપ દ્વારા તાંત્રિક વિધિના નામે સારા વ્યવસાયમાં સેટ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી ત્યાર બાદ કશ્યપ રામાનુજે તાંત્રિક વિધિનો ડોળ કરી ભોગ બનનાર મહિલાને નિર્વસ્ત્ર કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.  ઢોંગી તાંત્રિક કશ્યપ રામાનુજ દ્વારા મહિલા ને બદનામ કરવાની ધમકીઓ આપી ચાર ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ભોગ બનનાર મહિલા પોલીસ પાસે ન્યાય માટે જતાં પોલીસ દ્વારા ત્રણ દિવસ સુધી મહિલાને ધક્કા ખવડાવવામાં આવ્યા હતા.
ઘટના અંગે પડદો પાડવાનો પ્રયાસ
ઢોંગી તાંત્રિક કશ્યપે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવતા શારીરિક અડપલાનો ભોગ બનનાર અન્ય મહિલાઓ પણ હિંમત એકત્ર કરી પોલીસ સમક્ષ ન્યાય માટે આવી હતી. જો કે ગોત્રી પોલીસ દ્વારા ભોગ મહિલાઓ સહિત તાંત્રિક થકી છેતરપિંડી નો ભોગ બનનાર એક પુરુષ ફરિયાદી સાથે ગેરવર્તણૂક કરી સવાર થી રાત સુધી ફરિયાદ લેવાને બદલે પોલીસ સ્ટેશન બહાર જ બેસાડી રાખવામાં આવ્યા હતા. હદ તો ત્યારે થઈ કે જ્યારે મીડિયા દ્વારા દુષ્કર્મ નો ભોગ બનનાર મહિલા નું નિવેદન લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના જાંબાઝ સ્ટાફ દ્વારા મીડિયા  સમક્ષ સમગ્ર ઘટના અંગે પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગોત્રી પોલીસ દ્વારા ફરિયાદી ને ઇનવે કેબિન માં બંધ કરી કેબિન અંદર થી બંધ કરી દેવામાં આવી હતી.
ફરિયાદીઓ પરેશાન
સવાર થી રાત સુધી પોલીસે અન્ય ભોગ બનનાર નિર્દોષ નાગરિકો ની ફરિયાદ ન લેતા પોતાના નાના બાળકો સાથે આવેલી મહિલા સહિત અન્ય બે ફરિયાદી રોષે ભરાયા હતા.દુષ્કર્મ નો ભોગ બનનાર મહિલા ફરિયાદી ને પોલીસે ઈનવે કેબિનમાં બેસાડી દરવાજો અંદર થી લોક કરી દેવાતા ગોત્રી પોલીસ ના પાપે સવાર થી પરેશાન થઈ રહેલા અન્ય ભોગ બનનાર મહિલાઓ દ્વારા કેબિન નો દરવાજો ખટખટાવવા માં આવ્યો હતો પણ પોલીસ કર્મીઓ એ કેબિનનો દરવાજો ખોલ્યો ન હતો.
પોલીસના વર્તન સામે રોષ 
ગોત્રી પોલીસ ના આ પ્રકારના વર્તનના કારણે તાંત્રિકનો ભોગ બનેલા નાગરિકો ડઘાઈ ગયા હતા અને મીડિયા સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે ફરિયાદ લેવી તો ઠીક ગોત્રી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી દ્વારા યોગ્ય જવાબ સુધ્ધાં આપવામાં આવતા નથી. અમે જ્યારે પોલીસ સમક્ષ રજૂઆત કરવા માટે જઈએ ત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અમારી સાથે આરોપીઓ જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સવાર થી નાના બાળક સાથે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે બેઠા છીએ છતાં પોલીસે અમારી વ્યથા સાંભળવાની તસદી સુધ્ધાં લીધી નથી. ગોત્રી પોલીસના આ પ્રકારના દુર્વ્યવહાર ના કારણે કાયદો અને વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

આ પણ વાંચો---ગુજરાતમાં કોવિડ બાદ લીવર ફેઇલ અને લીવર કેન્સરના કેસમાં વધારો

Advertisement

Tags :
Advertisement

.