ફરીયાદી મહિલાને ઝીંકી દીધી થપ્પડ, કર્ણાટકના મંત્રીની કરતૂત
સમસ્યાની રજુઆત કરવા પહોંચી હતી મહિલા કર્ણાટકની બસવરાજ બોમ્મઈ સરકાર પહેલેથી જ વિરોધ પક્ષોના નિશાના પર છે..એવામાં એક એવી ઘટના સામે આવી છે, જેણે આ સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મુકી દીધી છે. જેનું કારણ છે બોમ્મઇ સરકારમાં મંત્રી વી.સોમન્ના. બોમાઈ સરકારમાં મંત્રી વી.સોમન્નાના એક કારનામાએ સરકાર માટે જનતાને જવાબ આપવાનું ભારે કરી દીધું છે. મંત્રી સોમન્ના તેમની પાસે કોઇ વાતની ફરીયાદ લઇને
સમસ્યાની રજુઆત કરવા પહોંચી હતી મહિલા
કર્ણાટકની બસવરાજ બોમ્મઈ સરકાર પહેલેથી જ વિરોધ પક્ષોના નિશાના પર છે..એવામાં એક એવી ઘટના સામે આવી છે, જેણે આ સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મુકી દીધી છે. જેનું કારણ છે બોમ્મઇ સરકારમાં મંત્રી વી.સોમન્ના. બોમાઈ સરકારમાં મંત્રી વી.સોમન્નાના એક કારનામાએ સરકાર માટે જનતાને જવાબ આપવાનું ભારે કરી દીધું છે. મંત્રી સોમન્ના તેમની પાસે કોઇ વાતની ફરીયાદ લઇને આવેલી મહિલાને થપ્પડ મારવાને લઇને ચર્ચામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પોતાની સમસ્યા લઈને પહોંચેલી મહિલા પોતાની સમસ્યાની રજુઆત કરી રહી હતી.. જે દરમ્યાન અચાનક જ નેતાજીએ મહિલાને થપ્પડ મારી દીધી હતી.
કોઇ વાતને લઇ મંત્રીનો મૂડ બગડતા થપ્પડ મારી
એક જાણીતા મીડિયાના અહેવાલ મુજબ આ ઘટના શનિવારે સાંજે કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં બની હતી. મળતી માહિતી મુજબ આ મહિલા મંત્રી સમક્ષ જમીનની માલિકીની ફરિયાદ લઈને પહોંચી હતી. દરમિયાન કોઈ વાતને લઈને મંત્રીનો મૂડ બગડી ગયો અને તેમણે મહિલાને થપ્પડ રસીદ કરી દીધી.
મંત્રીએ થપ્પડ મારતા હાજર સૌ કોઇ થઇ ગયા સ્તબ્ધ
આ ઘટના બાદ ઘટનાસ્થળે હાજર લોકો થોડીવાર માટે બેચેન બની ગયા હતા. મહિલા પણ તેને થપ્પડ પડતા સ્તબ્ધ થઇ ગઇ હતી. જો કે આમ છતા તે પોતાની સમસ્યાના ઉકેલ માટે મંત્રીને આજીજી કરતી રહી હતી. બીજી તરફ મંત્રીનો ચહેરો ગુસ્સાથી લાલ થઇ ગયો હતો. જોકે થપ્પડ મારવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Advertisement