Surat : દારૂબંધીનાં રખેવાળ જ દારૂ પાર્ટી કરતાં રંગે હાથ ઝડપાયા, SMC ની આબરૂં ધજાગરા ઉડાડ્યા!
સુરતનાં (Surat) સીંગણપુર કતારગામ તારણકુડમાં મનપાના (SMC) કેટલાક અધિકારીઓ દારૂની પાર્ટી કરતા રંગેહાથ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. અધિકારીઓની દારૂ પાર્ટીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. SMC નાં કેટલાક ઓફિસરો દારૂની પાર્ટી કરતા હતા ત્યારે અચાનક રેડ પડતા તમામ અધિકારીઓ ત્યાંથી ભાગ્યા હતા. માહિતી મુજબ, પોલીસે તમામની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. જો કે, આ મામલો સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા છે.
SMC ના અધિકારીઓ દારૂના પાર્ટી કરતા ઝડપાયા
સુરતમાં (Surat) મહાનગરપાલિકાની આબરૂનાં લીરેલીરા તેના જ કેટલાક અધિકારીઓ દ્વારા ઉડાડવામાં આવ્યા હોય તેવી ઘટના સામે આવી છે. લોકોને દારૂ બંધીનું પાલન કરાવતાં સુરતમાં મનપાના અધિકારીઓ જ છાકટા બન્યા છે. સીંગણપુર કતારગામ તારણકુડમાં SMC ના કેટલાક અધિકારીઓ દારૂની મહેફિલ (liquor party) માણતા રંગેહાથ ઝડપાયા હતા. જો કે, રેડ પડતા દારૂની પાર્ટી કરતા તમામ અધિકારીઓ ત્યાંથી ભાગ્યા હતા.
મનપાના અધિકારીઓ ઝડપાતા અનેક સવાલ
આ ઘટના સામે આવતા તમામ અધિકારીઓની પોલીસે અટકાયત કરી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. આ ઘટનાને લઈને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ (Narendra Pandav) પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કોર્પોરેટરે કહ્યું કે, જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ, અટકાયત કરાયેલા અધિકારીઓમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, પીનેશ સારંગ, અજય સેલર અને સંજય રેતીવાલા સામેલ છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ દારૂ પાર્ટીમાં સ્વિમિંગ કરવા આવેલો એક સભ્ય અને વોચમેનનો પણ સામેલ હતા. SMC ના અધિકારીઓનો વીડિયો સામે આવતા અનેક સવાલ થઈ રહ્યા છે કે આવા અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે ? દારૂ બંધીનાં ધજાગરા કરતા અધિકારીઓ સામે ક્યારે એક્શન થશે ? શું મનપાના અધિકારીઓને દારૂ પીવાનો પરવાનો છે ? આમ પ્રજા સાથે આકરું વલણ.. અધિકારીઓ સામે ક્યારે ?
આ પણ વાંચો - Sabarkantha : વીજ પોલ પર વાયર નાખવા મુદ્દે 3 લોકોએ શખ્સ પર કુહાડીથી હુમલો કર્યો, 3 સામે ફરિયાદ
આ પણ વાંચો - VADODARA : ધમકી સાચી પડી, જાહેરમાં ખેલાયેલા ખુની ખેલમાં હત્યા
આ પણ વાંચો - DGP Gujarat : પીઆઈ તરલ ભટ્ટ ફરી સસ્પેન્ડ, 3 પોલીસવાળા પણ ફરજમોકૂફ