Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat News : હથનુર ડેમના 41 દરવાજા ખોલી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાયું, ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 13 ફૂટ દૂર

મહારાષ્ટ્રના હથનુર ડેમના કેચમેન્ટમાં આજે દિવસના 6 કલાકમાં બુરહાનપુરમાં 5.5 ઇંચ અને અકોલામાં 4 ઇંચ વરસાદ વરસતા ત્યાના સત્તાધીશોએ તમામ 41 દરવાજા ખોલાતા 1.75 લાખ કયુસેક પાણી છોડતા આગામી દિવસોમાં ઉકાઈ ડેમમાં ભારે પાણી આવવાની શક્યતાના પગલે તંત્ર એલર્ટમાં આવી...
surat news   હથનુર ડેમના 41 દરવાજા ખોલી 1 75 લાખ ક્યુસેક પાણી છોડાયું  ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 13 ફૂટ દૂર

મહારાષ્ટ્રના હથનુર ડેમના કેચમેન્ટમાં આજે દિવસના 6 કલાકમાં બુરહાનપુરમાં 5.5 ઇંચ અને અકોલામાં 4 ઇંચ વરસાદ વરસતા ત્યાના સત્તાધીશોએ તમામ 41 દરવાજા ખોલાતા 1.75 લાખ કયુસેક પાણી છોડતા આગામી દિવસોમાં ઉકાઈ ડેમમાં ભારે પાણી આવવાની શક્યતાના પગલે તંત્ર એલર્ટમાં આવી ગયું છે. અત્યારે 72 હજાર કયુસેક પાણી આવક થઇ છે. જ્યારે છેલ્લા બે દિવસના ડેમની સપાટીમાં ત્રણ ફૂટનો વધારો થઈને 320 ફૂટને પાર કરી ગઈ છે.

Advertisement

વરસાદી સિઝનની શરૂઆતથી સુરત સહીત જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જે રીતે ઉપર વાસમાં વરસાદ વરસી રહ્યો છે તે રીતે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. ઉકાઈ ડેમની સપાટીની વાત કરવામાં આવે તો, ઉકાઈ ડેમ 333 ફૂટની રૂલ લેવલ છે. ગઈકાલે સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક 54, 946 કયુસેક તથા જાવક 600 કયુસેક તેમજ ડેમની સપાટી 320 ફૂટ પરપહોંચી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, હથનુર ડેમમાંથી ઉકાઈ ડેમમાં પાણી ઠલવાતા પાણીની આવકમાં વધારો થયો છે. આજે સવારથી 72 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. હજુ પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણે આગામી દિવસોમાં ઉકાઈ ડેમમાં હેવી ઇનફલો આવશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 320 ફૂટને આસપાસ પહોંચી છે.

Advertisement

આ પણ વાંચો : રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? આ રહ્યાં આંકડા, જાણો તમારા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો

Tags :
Advertisement

.