Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ગૃહ રાજ્યમંત્રીએ લાજપોર જેલમાં રૂ.18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું

સુરતની (Surat) લાજપોર મધ્યસ્થ જેલની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે, રૂપિયા 18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું (Smart Classroom) અનાવરણ પણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરા યુનિટની પણ મુલાકાત લીધી હતી....
surat   ગૃહ રાજ્યમંત્રીએ લાજપોર જેલમાં રૂ 18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું

સુરતની (Surat) લાજપોર મધ્યસ્થ જેલની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે, રૂપિયા 18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું (Smart Classroom) અનાવરણ પણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરા યુનિટની પણ મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, બંદીવાનો ગુનાખોરીમાંથી બહાર નીકળે તે અમારો હેતુ છે. ઉપરાંત, તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભરૂચની ઘટનાને લઇ કરેલા ટ્વિટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.

Advertisement

લાજપોર મધ્યસ્થ જેલમાં સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું

સુરતની (Surat) લાજપોર મધ્યસ્થ જેલની (Lajpore Jail) આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલકાતા લીધી હતી. દરમિયાન, તેમણે રૂ. 18 લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું હતું. જેલમાં બંદીવાનો માટે અલગથી શરૂ કરાયેલ હીરા યુનિટ વિભાગની (Diamond Department) પણ હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ પણ કર્યુ હતું. બંદીવાનો દ્વારા તૈયાર કરાતા હીરા અંગે બંદીવાનોમાં સ્કિલ ડેવલોપમેન્ટ વધે તેવા પ્રયાસ કરવા ધારાસભ્યને સૂચન કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, બંદીવાનો માટે પગાર વધારો કરવામાં આવ્યો છે. અમારો હેતું બંદીવાનો ગુનાખોરીમાંથી બહાર નીકળે તેવો છે. તમામ લોકો સમાજમાં એક સારા નાગરિક બની રોજગારી પ્રાપ્ત કરે તેવો આશ્રય છે. જેલમાં કેદીઓને રોજગારી મળે તે માટે હીરા ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો છે.

Advertisement

'ગુજરાત અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ'

બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભરૂચની ઘટનાને લઇ કરેલા ટ્વિટ અંગે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત અને ગુજરાતનાં લોકોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે સાંજ સુધીમાં તમામ પ્રકારની માહિતી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ દ્વારા આપવામાં આવશે. રોજગારી મુદ્દે રાજનીતિ કરવી એ યોગ્ય નથી. ગુજરાત અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ હંમેશાથી કોંગ્રેસ (Congress) કરતી આવી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Gamezone Fire : અગ્નિકાંડને લઈ કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’, ACB ની તપાસથી બિલ્ડર લોબીમાં ફફડાટ!

આ પણ વાંચો - Limkheda Outpost : કોન્સ્ટેબલ તેનું પાકિટ ચોકીમાં ભુલી ગયો અને….

આ પણ વાંચો - Dwarka : પરિવારનાં સામૂહિક આપઘાત કેસમાં વધુ 2 ની ધરપકડ, SIT ની રચના કરાઈ

Tags :
Advertisement

.