Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રક્ષાબંધનનું પર્વ ફળ્યું, અંબાજી બસ ડેપોમાં એક દિવસમાં થઈ અધધધ... 26 લાખની આવક

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો એસટી બસ દ્વારા મુસાફરી કરીને આવે છે. અંબાજી એસટી ડેપોના ઇતિહાસમાં પ્રથમ વખત આજે 26 લાખ જેટલી આવક થતા એસટી વિભાગમાં ખુશીની લાગણી જોવા મળી હતી એસટી ડેપો મેનેજરે જણાવ્યું...
રક્ષાબંધનનું પર્વ ફળ્યું  અંબાજી બસ ડેપોમાં એક દિવસમાં થઈ અધધધ    26 લાખની આવક
Advertisement

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી

અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો એસટી બસ દ્વારા મુસાફરી કરીને આવે છે. અંબાજી એસટી ડેપોના ઇતિહાસમાં પ્રથમ વખત આજે 26 લાખ જેટલી આવક થતા એસટી વિભાગમાં ખુશીની લાગણી જોવા મળી હતી એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે આ અમારી ટીમની મહેનત છે. જે બદલ ડેપો મેનેજર અને ટીમ અંબાજીએ અંબાજી મા આવનાર અને એસ.ટી બસ દ્વારા મુસાફરી કરનાર યાત્રાળુઓનો નતમસ્તક થઈ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Record breaking revenue at Ambaji bus depot

Advertisement

રક્ષાબંધનના દિવસે મોટી સંખ્યામાં માઈભક્તો આવ્યા

અંબાજી એસટી ડેપો ગુજરાતનો છેલ્લો બોર્ડર ઉપર આવેલો એસટી ડેપો છે. અંબાજી થી ગુજરાત અને ગુજરાત બહાર વિવિધ બસો આવન જાવન કરે છે. અંબાજી ખાતે રવિવારે પૂનમે મોટી સંખ્યામાં ભક્તો એસટી સેવાનો લાભ લેતા હોય છે ત્યારે રક્ષાબંધન પર્વ અને 30 ઓગસ્ટના રોજ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે આવ્યા હતા જે પગલે એસટી ડેપોની અધધ આવક થઈ હતી.

આવક નો ઇતિહાસ સર્જાયો

માં અંબાના ધામ એવા અંબાજી માં આવેલ અંબાજી એસ.ટી ડેપો નું નિર્માણ વર્ષ - 1966 માં થયું ત્યારથી સતત મુસાફર જનતાને માં અંબાના દર્શનાર્થીઓને પોતાના વતન થી અંબાજી લાવવા અને લઈ જવા માટે કાર્યરત છે. પરંતુ તા. 30/8/2023 એટલે કે રક્ષાબંધન નાં રોજ અંબાજી ડેપોનાં ડેપો મેનેજર રઘુવીરસિંહ તથા તેમની ટીમ અંબાજી નાં કર્મઠ કર્મચારીઓના અથાગ મહેનત અને કુશળ આયોજન થકી સંચાલન અને નિર્માણ ના 57 વર્ષ ના ઇતિહાસ માં સૌ પ્રથમવાર 26,00,000 /- લાખ ની માતબર આવક મેળવેલ જે પાલનપુર વિભાગ માં પ્રથમ અને નિગમની EPKM ની પરિભાષા માં 81.10 (આવક કિલોમીટર દીઠ) મેળવી વિક્રમ સર્જ્યો.

Record breaking revenue at Ambaji bus depot

કેક કાપવામાં આવી

અંબાજી એસટી ડેપો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો હતો અને વિશેષ હતો કારણ કે એક જ દિવસમાં એસટી ડેપોએ 26 લાખની આવક કરતા અંબાજી એસટી ડેપો વિભાગ તરફથી કેક કાપવામાં આવી હતી અને તમામ મુસાફરોનો આભાર વ્યક્ત કરાયો હતો.

આ પણ વાંચો : સરકારની ધાસુ ઓફર, રૂ. 200 ની ખરીદી કરી જીતી શકશો 1 કરોડ, જાણો શું છે સ્કીમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Related News

featured-img
સુરત

Suart: બાળકોમાં મોબાઇલના વળગણ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા શું બોલ્યા? વાંચો આ અહેવાલ

featured-img
ગુજરાત

Deodar: બનાસકાંઠાના વિભાનનો વિરોધ યથાવત, ધરણાં કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું સમર્થન

featured-img
અમદાવાદ

Ahmedabad: પતંગરસિકો માટે આવ્યા સારા સમાચાર, ઉત્તરાયણના દિવસની જાણો શું છે આગાહી

featured-img
ગુજરાત

VADODARA : MSU ના લંપટ પ્રોફેસરનો ઓડિયો વાયરલ, કહ્યું, 'બ્લાઇન્ડલી ચાલ, હું સેટ કરી દઇશ'

featured-img
ગુજરાત

VADODARA : રહસ્યમય સંજોગોમાં ટુ વ્હીલર આગમાં હોમાયુ

featured-img
ભાવનગર

કલાકાર વિવાદ: રૂબરૂ મળો ત્યારે મોરે મોરો ભટકાડી દેજો, જાણો કેમ બગડયા સમાજના આગેવાનો?

×

Live Tv

Trending News

.

×