11 વર્ષથી નાસતા ફરતા દુષ્કર્મના આરોપીની સાંબરકાઠા જીલ્લામાંથી ધરપકડ
અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના વટવા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ બહાર વર્ષ 2012માં એક યુવતી સાથે મોડી રાત્રે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેની વટવા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી અને સમય જતા...
અહેવાલ - પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના વટવા વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટ બહાર વર્ષ 2012માં એક યુવતી સાથે મોડી રાત્રે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેની વટવા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી અને સમય જતા ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી મુખારામ ઉફે મુખિયા શિવનારાયણ ગુર્જરની સાબરકાંઠા જિલ્લાના નિકોડા ગામ ખાતેથી ધરપકડ કરીને 11 વર્ષથી નાસતા ફરતા આરોપીને જેલ હવાલે કર્યો છે.
ફરિયાદીના પતિએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી
અમદાવાદ શહેરના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલા વિસ્તારમાં આવેલા જીવીબા પાર્ટી પ્લોટ નજીક આવેલા સળિયાના ગોડાઉનમાં ટ્રક ડ્રાઈવર તરીકે વર્ષ 2007માં નોકરી કરતો હતો. અને તે સમયે આરોપી મુખરામ પણ તે જ જગ્યા પર રહેતો હતો અને તેનો ભાઈ પણ ત્યાં નોકરી કરવા માટે આવ્યો હતો. તે સમયે જીવીબા પાર્ટી પ્લોટ ખાતે ફરિયાદી અને તેનો પરિવાર પણ ત્યાં રહેતો અને કામ કરતો હતો. આ દરમિયાન 2 માર્ચ 2012ના રોજ ફરિયાદી અને તેનો પરિવાર પાર્ટી પ્લોટ ખાતે બહારની બાજુએ સૂતો હતો ત્યારે આરોપી મુખરામ અને તેનો ભાઈ મોઢે રૂમાલ બાંધીને ફરિયાદીને ત્યાંથી ઉપાડીને પાર્ટી પ્લોટમાં આવેલા રૂમમાં લઇ જઈને તેની મરજી વીરૂદ્ધ તેની શરીર સંબંધ બાંધ્યા હતા અને તે સમયે ફરિયાદીનો પતિ આવી જતા ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે ફરિયાદીના પતિએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપીને આ અંગે જાણ થતા તેના વતન રાજસ્થાન ખાતે જતો રહ્યો હતો અને ત્યાં જઈને ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી ચાલુ કરી હતી. અને જેના કારણે અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો જેથી તેની ધરપકડ થઈ ન હતી.
સાબરકાંઠા જિલ્લાના નિકોડા ગામ ખાતેથી ધરપકડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બળાત્કારના ગુનામાં વોન્ટેડ આરોપી મુખારામ ઉફે મુખિયા શિવનારાયણ ગુર્જરની સાબરકાંઠા જિલ્લાના નિકોડા ગામ ખાતેથી ધરપકડ કરીને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો છે. જ્યાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
Advertisement