Rapeનો આરોપી ઉપર જાય ત્યારે કઇ સજા ભોગવે છે..?
- બળાત્કાર એટલે કે દુષ્કર્મને સમાજનો સૌથી જઘન્ય અપરાધ માનવામાં આવે છે
- મૃત્યુ પછી પણ તેણે નરકમાં આવી યાતનાઓ સહન કરવી પડે છે
- તેને લોખંડની પ્રતિમાને ગરમ કરી તેને આલિંગન કરાવામાં આવે છે
- આવા આત્મા સાથે આ પ્રક્રિયા સેંકડો વર્ષો સુધી સતત ચાલતી રહે છે
- દુષ્કર્મ કરનાર વ્યક્તિની ઘણી પેઢીઓ તેની સજા ભોગવે છે
Rape Accused : પ્રાચીન કાળથી, બળાત્કાર એટલે કે દુષ્કર્મ (Rape)ને સમાજનો સૌથી જઘન્ય અપરાધ માનવામાં આવે છે. આજે કળિયુગમાં પણ બળાત્કારની ઘટનાને સૌથી જઘન્ય માનવામાં આવે છે, તેમ છતાં દરરોજ બળાત્કારને લગતી અનેક ઘટનાઓ સામે આવે છે. બળાત્કારની ઘટના પછી, લોકો પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે વિરોધ કરે છે અને આરોપી (accused)ને તાત્કાલિક ફાંસીની સજાની માંગ કરે છે. ઘણી ઘટનાઓમાં ગુનેગારોને ફાંસી પણ આપવામાં આવે છે. હવે સવાલ એ થાય છે કે શું આવા જઘન્ય ગુનામાં દોષિત વ્યક્તિ ફાંસી કે આજીવન કેદની સજા ભોગવીને તેના તમામ પાપોમાંથી મુક્ત થઈ જાય છે કે પછી મૃત્યુ પછી પણ તેને આ જઘન્ય કૃત્યની સજા મળે છે? તો ચાલો જાણીએ આ વિશે હિંદુ શાસ્ત્રો શું કહે છે?
શિવપુરાણ
શિવપુરાણ અનુસાર, જે કોઈ પણ વ્યક્તિ બળાત્કાર અથવા વ્યભિચાર જેવું ઘૃણાસ્પદ કૃત્ય કરે છે તેને જીવતા તો કષ્ટ ભોગવવું પડે છે અને મૃત્યુ પછી પણ તેણે નરકમાં આવી યાતનાઓ સહન કરવી પડે છે, જે ભોગવ્યા પછી પાપી આત્મા રડે છે અને પસ્તાવો કરે છે.
આ પણ વાંચો---Baba Mahakalની શાહી સવારીનું નામ બદલાયું.....
ગરુડ પુરાણ
અઢાર પુરાણોમાંનું એક ગરુડ પુરાણ મૃત્યુ પછી મળનારી સજા વિશે જણાવે છે. ગરુડ પુરાણમાં ગરુડ ભગવાન વિષ્ણુને કહે છે, હે પક્ષીઓના રાજા, મૃત્યુલોકમાં સૌથી મોટી દુષ્ટતા વ્યભિચાર, બળાત્કાર અને સ્ત્રીઓનું શોષણ છે. આ તમામ ગુનાઓમાં બળાત્કારને સૌથી જઘન્ય માનવામાં આવે છે. જે પુરુષ સ્ત્રીઓ પર દબાણ કરે છે તે ક્ષમાને પાત્ર નથી. પૃથ્વી પર આવા પ્રાણીને તેના રાજ્યના નિયમો અનુસાર સજા તો મળે છે, પરંતુ આ જગતમાં મૃત્યુના દૂત તેને ક્યારેય માફ કરતા નથી, જ્યારે મૃત્યુ પછી આવા વ્યક્તિની આત્મા યમલોકમાં આવે છે, ત્યારે નરકમાં મોકલવામાં આવે છે પછી તે લોખંડની પ્રતિમાને ગરમ કરી તેને આલિંગન કરાવામાં આવે છે. જ્યાં સુધી તે ગરમ પ્રતિમા ઠંડી ના થાય ત્યાં સુધી તેને ગરમ પ્રતિમા સાથે બંધાયેલો રાખવામાં આવે છે. આવા આત્મા સાથે આ પ્રક્રિયા સેંકડો વર્ષો સુધી સતત ચાલતી રહે છે. ત્યાર બાદ તેણે અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. આ રીતે લાખો વર્ષો પછી તે ફરી મનુષ્યના રૂપમાં જન્મ લે છે.

મહાભારત
આપણે જાણીએ છીએ કે મહાભારતનું મુખ્ય કારણ સ્ત્રીઓ પરનો અત્યાચાર હતો. મહાભારતમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે પણ સ્ત્રીનું ચરિત્ર કલંકિત થશે ત્યારે મહાભારત અવશ્ય થશે. એટલું જ નહીં, શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રીઓના ચારિત્ર્યને કલંકિત કરે છે તે પોતાની સાથે સાથે સમગ્ર સમાજને પણ બદનામ કરે છે. તે પોતાની સાથે તેના પરિવારને પણ આ દુષ્કર્મ માટે દોષિત બનાવે છે. આવું દુષ્કર્મ કરનાર વ્યક્તિની ઘણી પેઢીઓ તેની સજા ભોગવે છે અને મૃત્યુ પછી લાખો વર્ષો સુધી નરકમાં યાતનાઓ સહન કરતો રહે છે.
આ પણ વાંચો---KumbhMelo 2025: શાહી સ્નાન શબ્દ ઇસ્લામિક..સંત સમાજે કરી....