Rajkot: પહેલા ટિલાળાનું હાસ્ય અને હવે બાવળિયાની બેશર્મી! નેતાઓને લાજશરમ છે કે નહીં?
Rajkot Game Zone Tragedy: રાજકોટ ગેમઝોન હત્યાકાંડમાં 33 લોકો હોમાયા છે, જીવતા ભડથું થયા છે અને નેતાઓ પોતાની શરમને નેવે મુકી રહ્યા છે. રાજકોટ હત્યાકાંડ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ બેશર્મીભર્યું નિવેદન આપ્યું છે. મંત્રી કુંવરજી બાવળિયા કહ્યું કે, ‘મારા માટે આ હત્યાકાંડ નથી માત્ર દુર્ઘટના છે.’ શું તેમનું આ નિવેદન લોકોના હિત માટે છે? મંત્રીએ પોતાની શરમને વેચી દીધી હોય તેમ ગેમઝોન હત્યાકાંડ મુદ્દે બેશર્મીભર્યુ નિવેદન આપ્યું છે. શું આ નેતા માટે લોકોના જીવની કોઈ કિંમત જ નથી? કાલે ધારાસભ્યએ પણ મીડિયા સાથે વાત કરતા ખી..ખી.. કર્યું હતું. નોંધનીય છે કે, કાલે ધારાસભ્ય ટિલાળાએ આટલી મોટી દુઃખદ ઘટનાને હસીને નઠારી દીધી હતી.
મંત્રી કુંવરજી બાવળિયાએ શરમ નેવે મુકી પોતાનું નિવેદન આપ્યું
રાજકોટ TRP ગેમઝોનમાં હત્યાકાંડનો ઘટનાક્રમ હજી ચાલી રહ્યો છે. હજી પણ અહીં કેટલાક લોકો લાપતા છે. જેને લઈને કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં પરંતુ તેમણે અહીં શરમજનક વાત કરી હતી. કહ્યું કે, ‘મારા માટે હત્યા કાંડ નથી દુર્ઘટના છે’ શું આ હત્યાકાંડ નથી? ગેમઝોનમાં હજારો લિટર પેટ્રોલ, અસંખ્ય ટાયરો અને ચાલું વેલ્ડિંગના કામે પણ કેમ ગેમઝોન ચાલું હતો? છતાં પણ મંત્રી કુંવરજી બાવળિયાએ શરમ નેવે મુકી પોતાનું નિવેદન આપ્યું છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારના મંત્રી લાજવાના બદલે ગાજ્યા છે. કાલે ટિલાળાનું હાસ્ય સામે આવ્યું હતું.
મંત્રી કુંવરજી બાવળિયાએ શરમ નેવે મુકી
ગેમઝોન હત્યાકાંડ મુદ્દે બેશર્મી ભર્યુ નિવેદન
બાવળિયાએ કહ્યું મારા માટે આ દુર્ઘટના છે
રાજ્ય સરકારના મંત્રી લાજવાના બદલે ગાજ્યા@kunvarjibavalia #RajkotGamezoneFire #Rajkot #Fire #GameZone #MokajiCircle #FireBrigade #EXCLUSIVE #GujaratFirst pic.twitter.com/yMNQFhPYUl— Gujarat First (@GujaratFirst) May 26, 2024
ધારાસભ્ય ટિલાળાએ ગંભીર થવાને બદલે ખી… ખી…
તમને જણાવી દઇએ કે, ભાજપ MLA Tilala (Rameshbhai Virjibhai Tilala) ને પૂછવામાં આવ્યું ત્યારે આ મામલની ગંભીરતા લેવાને બદલે ખી… ખી… કરી અને હા..હા કરીને આ વાતના જવાબો આપ્યો હતો. બેશરથીને જવાબ આપતા કહ્યું કે, ‘આમા તો હવે હુંય શું કહીં શકું’ તેમને જ્યારે TRP Game Zone માલિકની ધરપકડ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે પણ તેમણે આ સવાલને નજરઅંદાજ કરી દીધો હતો. અહીં સાબિત થાય છે કે, આ નેતાઓ માટે લોકોના જીવની કોઈ જ કિંમત નથી હોતી. તેમને માત્ર પોતાની ખુરશીથી મતલબ હોય છે.