Rajkot Game Zone Tragedy: ગેમઝોન આગ મામલે સૌથી મોટો ખુલાસો, જાણો કેવી રીતે લાગી હતી આગ!
Rajkot Game Zone Tragedy: રાજકોટ ગેમઝોન આગ અંગે અત્યારે અનેક ખુલાસાઓ સામે આવી છે. આ મામલે અત્યારે મોટી વિગતો સામે આવી છે. અત્યારે એવી વિગતો સામે આવી છે કે, ગેમઝોનમાં આશરે 2 હજાર લિટરનો જથ્થો રાખવામાં આવેલો હતો. એટલું જ નહીં પરંતુ જ્યા પેટ્રોલનો જથ્થો રાખવામાં આવેલો હતો ત્યા જ વેલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું હતું. નોંધનીય છે કે, રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે. ગેમઝોનમાં 2 હજારથી વધુ લીટર પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેથી તેના કારણે આગ લાગી હોય તેવુ અનુમાન લાગાવામાં આવી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ ઘટના મામલે ચાર લોકોની અટકાયત કરી લેવામાં આવી છે.
ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ટાયર પણ રાખવામાં આવ્યાં હતા
આ ગેમઝોનમાં ગો કાર રેસિંગ માટે 2 હજાર લિટર પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ જ્યા પેટ્રોલનો જથ્થો રાખવામાં આવ્યો હતો ત્યા જ વેલ્ડિંગનું કામ ચારી રહ્યું હતું. જેથી વેલ્ડિંગના તણખા પેટ્રોલને અડતા આગ લાગી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એટલું જ નહીં પરંતુ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ટાયર પણ રાખવામાં આવ્યાં હતા. આ ગેમઝોનમાં લોકો મઝા કરવા આવ્યા હતા કે, મોતને ભેટવા? આખરે કામ ચાલું હતું તો ગેમઝોન કેમ ચાલું રાખવામાં આવ્યો? શું લોકોના જીવની કોઈ કિંમત નથી? માત્ર પૈસા છાપવા માટે લોકોના જિંદગી સાથે કેમ રમત રમવામાં આવે છે?
2 હજાર લિટર પેટ્રોલનો જથ્થો, અસંખ્ય ટાયરો અને વેલ્ડિંગનું કામ!
નોંધનીય છે કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાથી 25 ના મોત થયા છે. આ ઘટનાને લઈને અત્યારે રાજ્યભરમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટના અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, મૃતકોના પરિવારમાં પણ અત્યારે ભારે શોકનો માહોલ છે. પરંતુ અહીં સવાલ માટે સંચાલકો સામે થઈ રહ્યા છે કે, થોડાક પૈસાની લાલચે શા માટે લોકોના જિંદગી સાથે રમત રમવામાં આવે છે. આ લોકો માટે કોઈના જીવની કોઈ કિંમત છે કે, નહીં? 2 હજાર લિટર પેટ્રોલનો જથ્થો, અસંખ્ય ટાયરો અને વેલ્ડિંગનું કામ! આ બધું એક સાથે ચાલી રહ્યું હોત તો પછી આગ ક્યા કોઈની સગી થયા છે?