Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્યોગપતિનું હિત સાચવવાના હિન પ્રયાસનો સમસ્ત પેઢલા ગામના લોકોનો ઉગ્ર વિરોધ

જેતપુરના ધોરાજી નેશનલ હાઈ-વે પર નવા બનતા ઓવરબ્રિજની બાજુમાં બંધ ગટરને બદલી ખુલ્લી ગટર બનાવવાના પ્રયાસનો પેઢલા ગામની પ્રજાએ એકી સુરે ઉગ્ર વિરોધ ઉઠાવ્યો છે. એક મોટા ગજાના ઉદ્યોગપતિનું હિત સાચવવા થઈ રહેલા પ્રયાસ ટાણે જ જાગૃત લોકોએ બંધ ગટર...
ઉદ્યોગપતિનું હિત સાચવવાના હિન પ્રયાસનો સમસ્ત પેઢલા ગામના લોકોનો ઉગ્ર વિરોધ

જેતપુરના ધોરાજી નેશનલ હાઈ-વે પર નવા બનતા ઓવરબ્રિજની બાજુમાં બંધ ગટરને બદલી ખુલ્લી ગટર બનાવવાના પ્રયાસનો પેઢલા ગામની પ્રજાએ એકી સુરે ઉગ્ર વિરોધ ઉઠાવ્યો છે. એક મોટા ગજાના ઉદ્યોગપતિનું હિત સાચવવા થઈ રહેલા પ્રયાસ ટાણે જ જાગૃત લોકોએ બંધ ગટર બનાવવાની માંગ કરી હોબાળો મચાવતા પોલીસને દોડવું પડ્યું હતું. જો કે ખુલ્લી ગટર બનાવાશે તો જોયા જેવી કરવાની પેઢલાવાસીઓની ચીમકીથી સમગ્ર સરકારી તંત્રો હરકતમાં આવી ગયા છે.

Advertisement

મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી નેશનલ હાઇ વે પર બનતા નવા ઓવરબ્રિજની બાજુમાંથી નીકળતી ગટરને ખુલ્લી રાખીને નજીકના જ એક ખમતીધર ઉદ્યોગપતિના ખીલે કૂદવાનો ગટર બનાવનાર કોન્ટ્રાક્ટર પ્રયાસ થતાં પેઢલા વાસીઓ કાળઝાળ બન્યા છે. આજે મોટી સંખ્યામાં જ્યાં ગટર બનાવાય રહી છે ત્યાં પહોંચીને બંધ ગટર જ બનાવવા દેવાશે તેવો સૂર વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. જો કે ડરી કાયેલા કોન્ટ્રાકટરે પોલીસને બોલાવી લીધી હતી.

Advertisement

પણ લત્તાવાસીઓએ જણાવ્યું હતું કે તેઓના વિસ્તારમાં પાણીના નિકાલ માટે તાકીદે ગટર બનાવવી જરૂરી છે. લોકોની તંત્રે ફરિયાદ તો સાંભળી અને ગટર બનાવવા દોડ્યું પણ રહેણાંક વિસ્તારમાં ઢાંકેલી ગટર એટલેકે ભૂંગળા નાખીને ગટર બનાવવાને બદલે ખુલ્લી ગટર બનાવવાની કામગીરી શરૂ થતાં પેઢલાવાસીઓએ તીખા તેવર બતાવી આ વાતનો વિરોધ કર્યો છે.

તો 300 વીઘા જમીન પર ગટરના પાણી સત્યાનાશ સર્જશે

Advertisement

જાગૃતો પેઢલાવાસીઓએ કહ્યું કે ઉપરથી આવતા પાણીનો નિકાલ ન હોવાથી 300 વીઘા જેટલી ખેતીની જમીન, કારખાના તેમજ માલધારીઓને મોટી ખાનાખરાબી સર્જાવાની સંભાવના નકારી શકાતી નથી. તેઓના રહેણાંક વિસ્તારમાં કોઈ કાલે ખૂલી નહીં પણ ભૂંગળા પાથરીને બંધ ગટર જ બનાવવામાં આવે.

ઔદ્યોગિક એકમો પાસે ભૂંગળાવાળી, રહેણાંક વિસ્તારમાં ખુલ્લી ગટર ?

ગટર બનાવવાના સ્થળે એકત્ર થયેલા રોષિત પેઢલાવાસીઓએ કહ્યું કે, ગટર બનાવતા કોન્ટ્રાકટર દ્વારા ઔદ્યોગિક એકમો( ખાસ તો એક આર્થિક બળવાન ઉદ્યોગપતિના કારખાના પાસે ) પાસે ભૂંગળા નાંખી દીધા અને રહેણાંક પાસે ગટર ખુલ્લી રાખતા ના છૂટકે વિરોધ કરવો પડ્યો છે. રોષે ભરાયેલા લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી ગટર મારફત વહાવી, આજુબાજુના નદી, નાળા અને ચેકડેમ પ્રદુષિત કરવાનો કારસો તે માલેતુજાર ઉદ્યોગપતિ દ્વારા જ થયો હોવો જોઈએ ?

ગટરનું કામ અંતે અટકાવી દેતા ગ્રામજનો

પેઢલા ગામના જાગૃત લોકોએ કહ્યું કે, તેઓના રહેણાંક વિસ્તારમાં નાના બાળકો આજુબાજુ રમતા હોય છે. આ બધુ તંત્ર જાણતું હોવા છતાં શ્રીમંત ઉદ્યોપતિને સાચવવા તંત્રએ અહી ખુલ્લી ગટર બનાવવાનું વિચાર્યું તે જોખમી હોવાનું કહેવું ઉચિત છે. કારણ ન કરે નારાયણ ને કોઈ બાળક ગટરમાં ગબડી પડશે અને કોઈ કરુણાંતિકા સર્જાશે તો તેના જવાબદાર કોણ બનશે ? તંત્ર કે કોન્ટ્રાકટર ? આવી બાબતો જણાવી હાલ પૂરતું ગ્રામજનોએ ગટરનું કામ અટકાવી દીધું છે.

પ્રદૂષિત પાણીથી ઢોરની ચામડીને ગંભીર અસર ?

ગટર આબે રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ચેકડેમનો પાળો પણ તોડી નાખ્યાનો આક્ષેપ કરી પેઢલાવાસીઓએ જણાવ્યું હતું કે, પેઢલા ગામમાં આજુબાજુમાં સાડીના કારખાના આવેલા હોય અને કારખાના વિસ્તારોમાં જ ગૌચર-ચરિયાણમાં માલધારીઓના ઢોર રખડતા હોય ઘણા પશુને ચમડીમાં ગંભીર અસર પહોંચી છે.

અહેવાલ : હરેશ ભાલિયા, જેતપુર

આ પણ વાંચો : અમદાવાદનું ઓળખસમુ સુંદર તળાવ હવે મસમોટા ઉંદરોનું બન્યું ઘર..!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.