Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PORBANDAR : કલેકટર કચેરીના ફાયર બાટલા એક વર્ષથી રિફલ થયા નથી

PORBANDAR : રાજકોટની TRP ગેમજોનની ઘટના બાદ પોરબંદર નગરપાલિકાનું અને જિલ્લાનું તંત્ર ધૂણ્યું છે અને ગઈકાલે રિલાયન્સ મોલના ઉપરના માળે આવેલા ગેમ બ્લાસ્ટ ગેમજોનને સિલ મારી દેવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે, પોરબંદર કલેક્ટર કચેરી સેવા સદન...
porbandar   કલેકટર કચેરીના ફાયર બાટલા એક વર્ષથી રિફલ થયા નથી

PORBANDAR : રાજકોટની TRP ગેમજોનની ઘટના બાદ પોરબંદર નગરપાલિકાનું અને જિલ્લાનું તંત્ર ધૂણ્યું છે અને ગઈકાલે રિલાયન્સ મોલના ઉપરના માળે આવેલા ગેમ બ્લાસ્ટ ગેમજોનને સિલ મારી દેવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે, પોરબંદર કલેક્ટર કચેરી સેવા સદન એકના નીચેના ફ્લોરમાં આવેલા ફાયર સેફ્ટીના બાટલા એક વર્ષથી રિફિલ કરવામાં આવ્યા નથી. જેને લઈને તંત્ર સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.

Advertisement

PORBANDAR કચેરીમાં ફાયર સેફ્ટી ઉપકરણોનો અભાવ

પોરબંદરની સરકારી કચેરીઓમાં પૂરતા ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ તેની યોગ્ય તપાસ થશે કે કેમ ? અને ફાયર સેફ્ટીના સાધનો છે તો ફાયર બાટલા રિફિલિંગ સમયાંતરે થાય છે કે કેમ ? તેને લઈને પણ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે. પોરબંદર નગરપાલિકાના બિલ્ડીંગને ઉદ્ઘાટનના ત્રણ વર્ષ થયા છે. જેમાં માત્ર ફાયરને લગતા બાટલા છે તે સિવાયના જે જરૂરી સાધનો હોવા જોઈએ. ફાયર સેફ્ટીને લગતા સંશધનો લગાડવામાં આવ્યા નથી તેને લઈને પણ તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે.

Advertisement

TRP ગેમજોનની ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં

નોંધનીય છે કે, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરતનું તંત્ર અચાનક હરકતમાં આવ્યું હતું.સુરતમાં 11 ગેમઝોન, છ નાના પ્લે એરિયા સ્થળ ઉપરાંત ચાર મેળા એક સર્કસ અને એક જાદુગર શો પર ચકાસણી શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહીના ભાગરૂપે ચકાસણી દરમિયાન 11 ગેમ ઝોન પૈકી 10 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા હતા.વધુમાં ગોધરા શહેરમાં આવેલા 4 ગેમઝોનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કેટલીક ક્ષતિઓ જણાવી આવતા હાલ આ ચારેય ગેમઝોન બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, દાહોદ જેવા જિલ્લાઓમાં પણ ફાયર સેફટી અંગે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

અહેવાલ - કિશન ચૌહાણ 

Advertisement

આ પણ વાંચો : Bharuch: મંજૂરી કોણે આપી? ગંદા પાણીથી વોટરપાર્ક ચાલતો હોવાનો ભાંડો ફુટતા તંત્ર સામે સવાલો

Tags :
Advertisement

.