PM Modi: પીએમ મોદીએ શારદામઠમાં પાદુકાની કરી પૂજા, સ્વામીએ આપ્યા આશીર્વાદ
PM Modi: પ્રધાનમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવેલા છે. અહીં તેમણે બેટ દ્વારકાના મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીએ ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરીને બ્રિજને ખુલ્લો મુક્યો છે. ત્યાર બાદ તેઓ દ્વારકાના જગત મંદિરે ગયા હતાં અહીં પણ તેમણે મંદિપ પરિસરના દર્શન કર્યા અને પૂજા કરી હતીં. ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જગત પિતા દ્વારકાધીશના દર્શન કરીને આદિ શંકરાચાર્ય મઠ શારદાપીઠ ગયા હતાં. અહીં શારદાપીઠમાં ભગવાન આદિ શંકરાચાર્યજીની પાદુકાની પૂજા કરી હતી. વધુ વિગતે વાત કરવામાં આવે તો, દ્વારકા સ્થિત શારદાપીઠના 79 માં જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજને પ્રણામ કરીને આશીર્વાદ લીધા હતાં.
મંદિર પરિસરના પ્રધાનમંત્રીએ કહ્યા દર્શન
દ્વારકા જગત મંદિરના મુખ્ય પૂજારી જિજ્ઞેશ જોષીએ કહ્યું કે, અનેક પ્રધાનમંત્રીઓ ભારતમાં થઈ ગયા છે. પરંતુ આ પહેલીવાર છે કે, કોઈ પ્રધાનમંત્રી દ્વારકાના દર્શને આવી રહ્યા છે. અહીં ઠાકુરજી સામે પૂજા કરશે અને પરિસરના દર્શન કર્યા હતાં. અહીં બનેલા બ્રિજનું નામ સુદર્શન સેતું રાખવામાં આવ્યું છે, જે પ્રભુ શ્રી કૃષ્ણનું શસ્ત્ર છે. બ્રિજનું નામ ખુબ જ સુંદર રાખવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીના અમે ખુબ જ આભારી છીએ, એટલી ખુશી છે કે, અમે તેને વ્યક્ત કરી શકીએ તેમ નથી. અમારા દરેક પૂજારીજણ તરફી પ્રધાનમંત્રીને ખુબ ખુબ શુભેચ્છાઓ છે.’
PM MODIએ મેળવ્યા જગદગુરુ શંકરાચાર્યજીના આશિર્વાદ | Gujarat First#Gujarat #Dwarka #PMModi #harshsanghvi #bjp4india #bjp4gujarat #bhupendrapatel #GujaratVisit #GujaratFirst pic.twitter.com/yxT9siPUgP
— Gujarat First (@GujaratFirst) February 25, 2024
પીએમ મોદીએ સુદર્શન બ્રિજનું કર્યું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી દ્વારા અહીં બનેલા ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન કરી દીધું છે અને આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ કેબલ બ્રિજ ઓખા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્વ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે. 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રિજ છે. જે ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ 980 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Mann Ki Baat: પ્રધાનમંત્રીએ કરી ‘મન કી બાત’, નારી અને યુવાને કરી ખાસ વાત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ