Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જંત્રીના રી-સર્વેની ચાલી રહેલી કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો

અહેવાલ - રાબિયા સાલેહ રાજ્ય સરકારે તા. 15 એપ્રિલથી રાજ્યમાં જંત્રીના ભાવો ડબલ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેર કરાયેલા ડબલ ભાવો બાદ સમગ્ર રાજ્યમાં વિસ્તાર પ્રમાણે વાસ્તવિક જંત્રી લાગુ કરવા માટે સર્વે બાદ રી-સર્વેની માંગ ઉઠી હતી જે બાદ...
જંત્રીના રી સર્વેની ચાલી રહેલી કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો

અહેવાલ - રાબિયા સાલેહ

Advertisement

રાજ્ય સરકારે તા. 15 એપ્રિલથી રાજ્યમાં જંત્રીના ભાવો ડબલ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેર કરાયેલા ડબલ ભાવો બાદ સમગ્ર રાજ્યમાં વિસ્તાર પ્રમાણે વાસ્તવિક જંત્રી લાગુ કરવા માટે સર્વે બાદ રી-સર્વેની માંગ ઉઠી હતી જે બાદ રી-સર્વેની કામગીરી ફરી શરૂ કરવા સરકારે નિર્ણય લીધો હતો. ત્યાર બાદ અધિકારીઓએ ટીમ બનાવી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં રી-સર્વેની કામગીરી શરૂ કરી હતી. આ કામગીરી પૂર્ણ કરવા અંગે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, જંત્રીના રી-સર્વેની કામગીરી સૌપ્રથમ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવી હતી, ત્યાર બાદ સુડાના હદ વિસ્તારમાં, ખુડા વિસ્તારમાં અને બુડા વિસ્તારમાં જંત્રીના રી-સર્વે હાથ ધરાયા બાદ રી સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના જંત્રીના રી-સર્વેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવા સૂચના આપી છે. સુરત જિલ્લામાં જંત્રીના રી-સર્વેની ચાલી રહેલી કામગીરી સુડા વિસ્તાર, ખુડા વિસ્તાર, બુડા વિસ્તારમાં સર્વેકામ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. હાલ સુરત શહેરી વિસ્તારના રી સર્વેનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. અને આ સર્વે 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરીને તેનો રીપોર્ટ રાજ્ય સરકાર સમક્ષ સબિમટ કરી દેવામાં આવશે એમ જિલ્લા કલેક્ટર આયુષ ઓકે માહિતી આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, પહેલા કરેલા સર્વેનો સમગ્ર રિપોર્ટ રાજ્ય સ૨કા૨ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યાર બાદ સુરત શહેરી વિસ્તારમાં જંત્રીના રી- સર્વેની કામગીરી પૂર્ણ કરી તેનો રિપોર્ટ આપશે જો કે રી સર્વેનો સમગ્ર રિપોર્ટ ખાતરી થયા બાદ એ જ આગામી તા. 31 ઓક્ટોબર સુધીમાં સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.

Advertisement

રાજ્ય સરકારના આદેશ બાદ સર્વે અને રી સર્વે ની કામગીરી કરવા માટે સ્પેશ્યલ ટીમ મેદાને ઉતરવામાં આવી હતી અને આ ટીમો તમામ વિસ્તારો ને આવરી લે શે તેવી ખાતરી અપાઈ હતી. આ ટીમો સુરત જિલ્લા કલેકટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-ના ડેપ્યુટી કલેકટર ના અંડરમાં આવતી હતી ,સુરત ના વિસ્તારોની જંત્રીના સર્વેની કામગીરી અંગે સુરત સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-1ના ડેપ્યુટી કલેક્ટર પલક ત્રિવેદીએ માહિતી આપતા કહ્યું હતું કે સુરત શહેરી વિસ્તારની જંત્રીના રી-સર્વે માટે એપ્લિકેશન સહિત ફોર્મેટ સીસ્ટમ તૈયાર કરાયું હતું,જે બાદ તે પ્રમાણે રી-સર્વે હાથ ધરાયો છે. મહત્વ નું છે કે રી સર્વે ની કામગીરી માટે કુલ 126 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, આ સાથે જ રી-સર્વે માટે કુલ 3077 ઝોન બનાવવામાં આવ્યા છે. આ ઝોનમાં ટેક્નિકલ અને નોન ટેક્નિકલ મળીને કુલ 252 અધિકારી તથા કર્મચારીઓ સુરત શહેરી વિસ્તારની જંત્રી ના રી- સર્વેની કામગીરી પૂર્ણ કરશે.અને ૩૧ ઓકટોબર સુધી રાજ્ય સરકાર ને તમામ દેતા સબમિટ કરશે.

આ પણ વાંચો - ગુજરાતના આ ગામમાં આજે પણ શેરી ગરબાએ જમાવ્યું છે અનેરું આકર્ષણ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.