Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Education Department દ્વારા કરાયો આદેશ, સ્કૂલ વેન-રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર

Education Department: ગુજરાતમાં 13 જૂનથી શાળાઓ શરૂ થઈ રહીં છે. જેથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા નવા આદેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બાળકોને શાળાએ મોકલવા માટે સ્કૂલ બને કે રિક્ષાઓ ચાલતી હોય છે. જેમાં ઘણી વાત ક્ષમતા...
education department દ્વારા કરાયો આદેશ  સ્કૂલ વેન રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર

Education Department: ગુજરાતમાં 13 જૂનથી શાળાઓ શરૂ થઈ રહીં છે. જેથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા નવા આદેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, બાળકોને શાળાએ મોકલવા માટે સ્કૂલ બને કે રિક્ષાઓ ચાલતી હોય છે. જેમાં ઘણી વાત ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડવામાં આવતા હોય છે પરંતુ તે વાત કોઈને ધ્યાને આવતી નથી. પરંતુ અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નવા શૈક્ષણિક સત્ર પહેલા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

13 જૂનથી સ્કૂલો શરૂ થાય તે પહેલા ચકાસણી કરવા આદેશ

શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે સ્કૂલ વેન-રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર રહેશે. આ સાથે સાથે શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા 13 જૂનથી સ્કૂલો શરૂ થાય તે પહેલા ચકાસણી કરવા આદેશ કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓની સુરક્ષા ખુબ જ મહત્વની છે, તેના માટે થઈને પરિવહન સલામતી, વ્યવસ્થાની ચકાસણી કરવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ જો સ્કૂલ વેન કે રિક્ષામાં વધુ બાળકો બેસાડાય તો RTO, ટ્રાફિક પોલીસને પણ જાણ કરી શકાશે.

આદેશના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો થશે

નોંધનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, એવા ઘણા વીડિયોઝ સામે આવે છે જેમાં સ્કૂલ વેન કે રિક્ષા ક્ષમતા કરતા વધારે બાળકોને ભરવામાં આવ્યા હોય છે. પરંતુ મામલે કોઈના પેટનું પાણી પણ ડગતું નથી. આ વખેત શિક્ષણ વિભાગ સફાળું જાગ્યુ છે અને સત્વરે તપાસ કરવાના આદેશ પણ આપી દીધા છે. નોંધનીય છે કે, આ આદેશના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષામાં વધારો થવાનો છે. કારણ કે, શિક્ષણ વિભાગે ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે, ‘સ્કૂલ વેન-રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર રહેશે’

Advertisement

આ પણ વાંચો: Sabarkantha: ઇડરમાં ACBની સફળ ટ્રેપ, બે હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

આ પણ વાંચો:  Jamnagar: લાલપુર હાઈવે પર જોખમી સવારીનો વીડિયો વાયરલ, ગાડીની છત પર બેસાડ્યા પેસેન્જર

આ પણ વાંચો:  Gamezone fire incident : આજે 4 IPS અને IAS ની ઉંડી પુછપરછ થશે

Tags :
Advertisement

.