Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પતિયાલાની નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 60 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત, તંત્રએ લીધો આ નિર્ણય

પંજાબમાં કોરોનાએ ફરી પોતાની રફ્તાર તેજ કરી છે. બુધવારે પતિયાલાના સિધુવાલ ગામમાં સ્થિત રાજીવ ગાંધી નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 60 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતાં આરોગ્ય વિભાગના અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. આ પહેલા યુનિવર્સિટીમાં વધુ 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.  હવે અહીં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 60 થઈ ગઈ છે.સાવચેતીના પગલાં લેતા આરોગ્ય વિભાગે બà«
પતિયાલાની નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 60 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત  તંત્રએ લીધો આ નિર્ણય
પંજાબમાં કોરોનાએ ફરી પોતાની રફ્તાર તેજ કરી છે. બુધવારે પતિયાલાના સિધુવાલ ગામમાં સ્થિત રાજીવ ગાંધી નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 60 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતાં આરોગ્ય વિભાગના અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. આ પહેલા યુનિવર્સિટીમાં વધુ 15 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.  હવે અહીં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 60 થઈ ગઈ છે.
સાવચેતીના પગલાં લેતા આરોગ્ય વિભાગે બુધવારે યુનિવર્સિટીને સંપૂર્ણ રીતે સીલ કરી દીધી. હવે યુનિવર્સિટીમાં બહારથી કોઈ પ્રવેશ કરી શકશે નહીં કે અંદરથી બહાર જઈ શકશે નહીં. આરોગ્ય વિભાગના ડૉ. સુમિત સિંહે જણાવ્યું હતું કે બુધવારે વિભાગની ટીમ દ્વારા વધુ 500 સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થાય છે.
ડૉ. સુમિત સિંહે કહ્યું કે લો યુનિવર્સિટીના 60 વિદ્યાર્થીઓ જે કોરોના સંક્રમિત મળી આવ્યા હતા, તેમાંથી કોઈને પણ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. તમામ સંક્રમિતોને હળવો તાવ, ઉધરસ અને શરદીની ફરિયાદ છે. આથી આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં જ આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે મોટાભાગના સંક્રમિતોને કોરોના માટે રસી આપવામાં આવી છે. આ જ કારણ છે કે તેમનામાં કોરોનાના વધુ ખતરનાક લક્ષણો દેખાઈ રહ્યા નથી. 
લો યુનિવર્સિટીમાં કોરોના અંગે ડૉ. સુમિત સિંહે જણાવ્યું કે 26 એપ્રિલના રોજ કેટલાક વિદ્યાર્થીઓ બહારથી તેમની હોસ્ટેલમાં પરત ફર્યા હતા. તેમાંથી કેટલાક કોરોના સંક્રમિત હતા. પરંતુ તેઓએ લક્ષણો અને આવ્યા પછી પાર્ટી પન કરી હતી. જેના કારણે કોરોના ફેલાઈ ગયો. પરંતુ હવે કોરોના વધુ ફેલાય તેનાપર વધુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.