Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Smart Meter ના વિરોધને જોતાં લેવાયો આ મહત્વનો નિર્ણય..!

Smart Meter : રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર (Smart Meter ) ના થઇ રહેલા ઉગ્ર વિરોધ બાદ હવે સરકારે સ્માર્ટ વીજ મીટર પહેલા સરકારી કચેરીઓમાં લગાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સ્માર્ટ વીજ મીટર બાબતે લોકોમાં થયેલી ગેરસમજ દુર કરવાના ભાગ રુપે...
smart meter ના વિરોધને જોતાં લેવાયો આ મહત્વનો નિર્ણય

Smart Meter : રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર (Smart Meter ) ના થઇ રહેલા ઉગ્ર વિરોધ બાદ હવે સરકારે સ્માર્ટ વીજ મીટર પહેલા સરકારી કચેરીઓમાં લગાવવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. સ્માર્ટ વીજ મીટર બાબતે લોકોમાં થયેલી ગેરસમજ દુર કરવાના ભાગ રુપે હવે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવાનો નિર્ણય કરાયો છે.

Advertisement

સ્માર્ટ મીટર હોય તો લોકોને ફાયદો થવો જોઇએ

સ્માર્ટ વીજ મીટરના મામલે રાજ્યમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વડોદરામાં તો રોજ વીજ કચેરીએ લોકોના મોરચા રજૂઆત કરવા માટે જઇ રહ્યા છે. લોકો માગ કરી રહ્યા છે કે સ્માર્ટ મીટરમાં વધારે વીજ બિલ આવી રહ્યા છે જેથી સ્માર્ટ મીટર દુર કરીને જૂના મીટર લગાવવામાં આવે. લોકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર હોય તો લોકોને ફાયદો થવો જોઇએ પણ તેના બદલે લોકોને ગેરફાયદો થઇ રહ્યો છે.

હવે સ્માર્ટ મીટર સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે

જો કે વિરોધને જોતાં પાયલોટ પ્રોજેક્ટના સ્માર્ટ મીટરને લઇ મહત્વના સમાચાર આવી રહ્યા છે. હવે સ્માર્ટ મીટર સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. ખાસ કરીને લોકોના વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત કરવામાં આવી રહી છે અને લોકોની ગેરસમજ દૂર કરવાના પ્રયાસ કરાઇ રહ્યા છે.

Advertisement

 તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ

ઉલ્લેખનિય છે કે બે દિવસ અગાઉ વડોદરામાં એમજીવીસીએલ (MGVCL) કંપનીના એમડી તેજસ પરમાર IAS એ જણાવ્યું કે, સ્માર્ટ વિજ મીટર એમજીવીસીએલ ના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી માસથી સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કર્યું છે. વડોદરામાં  આજની તારીખે 27 હજાર મીટર લાગ્યા છે. 15 હજાર મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ થઇ ચુકી છે. 16 હજારથી વધુ કનેક્શન એવા છે, જેમાં ક્યારે ડિસ્કનેક્શન નથી કરવું પડ્યું. 9 હજારથી વધુ કેસોમાં ડિસ્કનેક્શન થઇ ગયું છે. આજની તારીખે 18 હજારથી વધુ એકાઉન્ટમાં પોઝીટીવ બેલેન્સ છે. છેલ્લા બે મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. ચૂંટણી અને રજાના દિવસોમાં અમે ડિસ્કનેક્શન કર્યું નથી. એકસાથે ડિસ્કનેક્શન થવાના કારણે આ સ્થિતી સર્જાઇ હોઇ શકે છે. સૌથી પહેલું મીટર મેં મારે ત્યાં લગાવ્યું છે. અમે તમામ પ્રકારની મદદ કરવા માટે તૈયાર છીએ. સ્માર્ટ મીટર પારદર્શી સિસ્ટમ છે. પહેલા બે મહિને અલગ અલગ પ્રકારના ચાર્જીસ સાથેની વિગતો જોવા મળતી હતી. હવે તમને રોજેરોજ આ માહિતી મળી જાય છે. આ બધી વસ્તુઓ લોકો ધ્યાનમાં ન્હતા લેતા, હવે લઇ શકશે. આ અંગેની એક માર્ગદર્શિકા આપવામાં આવી છે. જે વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સ્માર્ટ મીટરના રીચાર્જ કરાવવા માટેની વ્યવસ્થા

સ્માર્ટ મીટરના રીચાર્જ કરાવવા માટેની વ્યવસ્થા કચેરીમાં રાખવામાં આવી છે. ત્યાં જઇને લોકો તે સુવિધાનો ફાયદો લઇ શકે છે. એમજીવીસીએલ (MGVCL) કંપનીના એમડી તેજસ પરમાર IAS એ જણાવ્યું કે, સ્માર્ટ વિજ મીટર એમજીવીસીએલ ના કાર્યક્ષેત્રમાં ભારત સરકારની આરડીએસએસ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી માસથી સ્માર્ટ મીટર લગાડવાનું શરૂ કર્યું છે. તે સામાન્ય મીટર પ્રકાર જેવા જ છે. અત્યાર સુધી કર્મચારી સ્થળ પર જઇને રીડીંગ લેતા હતા. આમાં દર અડધા કલાકે રીડીંગ જોઇ શકીએ છીએ. અત્યાર સુધી 27 હજારથી વધુ સ્માર્ટ મીટર 12 સબ ડિવીઝનમાં લગાડી ચુક્યા છીએ. ગાઇડલાઇ પ્રમાણે અને નોટીફીકેશન પ્રમામે, તમામ રહેણાંક ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાડવાના છે. આગામી બે વર્ષમાં તમામને આવરી લેવાના પ્રયાસો છે. ટેન્ડર મારફતે એજન્સી પસંદગી કરવાની કંપની હોય છે. આ કામમાં કોઇ જોર જબરદસ્તી કરવામાં આવતી નથી. કોઇ પેનલ્ટીનો ગાઇડલાઇનમાં જોગવાઇ નથી. તબક્કાવાર રીતે રહેણાંક ગ્રાહકોને સ્માર્ટ મીટરમાં સમાવવાના છે. 33 લાખ મીટર લગાડવાના છે.

Advertisement

આ પણ વાંચો-----VADODARA : સ્માર્ટ વિજ મીટરનો વિરોધ યથાવત, મોરચો ફતેગંજ કચેરી પહોંચ્યો

આ પણ વાંચો----હવે પ્રિપેઇડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાશે, દક્ષિણ ગુજરાત વીજકંપની દ્વારા ઘરે-ઘરે સ્માર્ટ મીટર લગાડવાની કવાયત શરૂ

Tags :
Advertisement

.