Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : NEET પરીક્ષામાં ચોરી કૌભાંડમાં સામેલ પરશુરામ રોયની અટકાયત

VADODARA : તાજેતરમાં પંચમહાલના જિલ્લા કલેક્ટર તરફથી મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવલા મેડીકલ એન્ટ્રન્સ માટેની નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી (NEET EXAM SCAM) કરાવવાના કૌભાંડ સુધી મામલો પહોંચ્યો હતો. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ...
vadodara   neet પરીક્ષામાં ચોરી કૌભાંડમાં સામેલ પરશુરામ રોયની અટકાયત

VADODARA : તાજેતરમાં પંચમહાલના જિલ્લા કલેક્ટર તરફથી મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવલા મેડીકલ એન્ટ્રન્સ માટેની નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી (NEET EXAM SCAM) કરાવવાના કૌભાંડ સુધી મામલો પહોંચ્યો હતો. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કૌભાંડમાં વડોદરાની રોય ઓવર્સીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયનો ચેટમાં ઉલ્લેખ હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. આ મામલે એસઓજી પોલીસ દ્વારા પરશુરામ રોયની તેની ઓફિસેથી જ અટકાયત કરવામાં આવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે. ફરિયાદ અનુસાર પરશુરામ રોય પાસેથી પરિક્ષાર્થી દિઠ રૂ. 10 લાખ લેવાના નક્કી કરવામાં આવ્યા હતા.

Advertisement

એસઓજી પોલીસ એક્શનમાં આવી

મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માટે મહત્વની ગણાતી નીટની પરીક્ષા (NEED EXAM SCAM) માં ચોરીનું કૌભાંડ ખુલતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, ઉચ્ચકક્ષાએથી મળેલી બાતમીના આધારે તપાસ કરતા ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરીના કૌભાંડ સુધી તાર જોડાયા હતા. આ મામલે વડોદરાના રોય ઓવર્સીઝ કન્સલ્ટન્સીના પરશુરામ રોયનું નામ ખુલવા પામ્યું હતું. જે બાદ સમગ્ર મામલે ગોધરા તાલુકા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધવામાંં આવી છે. ફરિયાદ નોંધાયા બાદ વડોદરા એસઓજી પોલીસ એક્શનમાં આવી છે. અને પરશુરામ રોયની તેની ઓફિસમાંથી અટકાયત કરી લેવામાં આવી છે.

કોઇ ઇન્વોલ્વમેન્ટ નથી

ફરિયાદ નોંધાતા જ વડોદરા એસઓજી પોલીસના જવાનો શહેરના ગેંડા સર્કલ સ્થિત કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી રોય ઓવર્સીઝ કન્સલ્ટન્સીની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાંથી તેમની અટકાયત કરવામાં આવી છે. આખરી ઘડી સુધી તેઓ મીડિયાને જણાવતા રહ્યા કે, પોતે નિર્દોશ છે. અને આ વાત તેઓ સાબિત કરશે. તથા તેમનું આમાં કોઇ ઇન્વોલ્વમેન્ટ નથી. આ મામલે અન્ય આરોપી તુષારભાઇ રજનીકાંત ભટ્ (રહે - રોયવીન, વેમાલી - વડોદરા) શહેરના હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

ત્રણ સામે ફરિયાદ

સુત્રોના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે જય જલારામ સ્કૂલ ગોધરા, ના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : સિંધરોટ ચેકડેમ પર સ્નાન કરી પરત ફરતા બબાલ

Advertisement

Tags :
Advertisement

.