Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Narmada : રાજપીપળામાં મહિલાએ ધાબાને જ બગીચો બનાવ્યો

Narmada : SOU ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર ઓફ વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજપીપળાના (Narmada) રાજપીપળામાં(Narmada) મહિલાએ ધાબાને જ બગીચો બનાવ્યો મહાવિદ્યાલ રોડ પાર રહેતા ભાવના દિનેશ પટેલે તેમના ઘરના ધાબા પર જ...
narmada   રાજપીપળામાં મહિલાએ ધાબાને જ બગીચો બનાવ્યો

Narmada : SOU ખાતે પણ કરોડો રૂપિયા ખર્ચ કરી વિદેશી ફ્લાવર મંગાવી ફ્લાવર ઓફ વેલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજપીપળાના (Narmada) રાજપીપળામાં(Narmada) મહિલાએ ધાબાને જ બગીચો બનાવ્યો મહાવિદ્યાલ રોડ પાર રહેતા ભાવના દિનેશ પટેલે તેમના ઘરના ધાબા પર જ રંગબેરંગી ફુલોનું ગાર્ડન બનાવ્યું છે. જે તેમની સોસાયટીમાં જ નહીં પણ શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભાવનાબેને ફુલછોડને ઉગાડવા માટે કોઇ તાલીમ લીધી નથી. પણ એક શોખથી અવનવા અને રંગબેરંગી ફુલો ઉગાડવાનું શરૂ કર્યું હતું. આજે તે શોખ મનમોહક ટેરેસ ગાર્ડનમાં પરીણમ્યું છે.

Advertisement

2000 થી વધુ ફૂલ છોડની ઓર્ગેનિક ફૂલવાડી બનાવી

ધાબાપર નાના રોપા બનાવતા ગયા અને છોડ મોટા કરતા ગયા, ઘરમાં તેલની ડબ્બો ખાલી થાય કે કેન, પાણીના બોટલ હોય કે કોલ્ડ્રિંગ્સના બોટલ, ઘરના કુકર તપેલા જે ખરાબ થયા હોય કાન થયા હોય પેન્ટ, પાર્સ ફાટી ગયા હોય તમામ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને જેમાં માટી ભરીને તેમાં છોડ રોપીને જેની માવજત કરતા નિયમિત પાણી આપતા અને જે ફૂલ સુકાઈ ગયા હોય એને માટી માટી સાથે મિક્સ કરીને ખાતર પણ જાતે બનાવતા અને 2000 થી વધુ ફૂલ છોડની ઓર્ગેનિક ફૂલવાડી બનાવી, આજે કોઈ ધાબા પાર એક ફ્લાવરશો ગોઠવ્યો હોય એવું સુંદર રમણીય લગતા રાજપીપળામાં ભાવનાબેન પટેલનું ઘર આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

ત્રણ વર્ષની મહેનતથી આજે સુંદર ટેરેસ્ટ ગાર્ડન તૈયાર થયું

ફૂલ છોડમાં બોન્સાઇ છોડ સાથે શાકભાજી પણ કરવા લાગ્યા આજે ઘરનું શાકભાજી તેમના ધાબાપર ઉગાડેલા રીંગણ, ડુંગરી, કેપ્સિકમ, ધાણા, મેથીની ભાજી ટામેટા સહીત ડ્રેગન ફ્રૂટ પણ ઉગે છે અને આ પરિવાર ઓર્ગેનિક વસ્તુઓ જ ખાઈ ને પોતાની તંદુરસ્તી ની કાળજી રાખે છે. આજે એક વિચાર ભાવનાબેને કર્યો સાથે ત્રણ વર્ષની મહેનતથી આજે સુંદર ટેરેસ્ટ ગાર્ડન તૈયાર થયું છે.

Advertisement

અહેવાલ - આશિષ પટેલ, રાજપીપળા 

આ પણ વાંચો - GSSSB : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાની ભરતી જાહેર

Advertisement

Tags :
Advertisement

.