Shankeshwar: શંખેશ્વરના ઘનોરા ગામેથી ઝડપાઈ કાતિલ પુત્રવધૂ, દિયર અને સસરાને આપ્યું હતું ઝેર
Shankeshwar: પાટણના ઘનોરા ગામમાં થોડા દિવસ પહેલા એક ચકચારી ઘટના બની હતી. ઘટના કઈક એવી હતી કે, જેમાં ઘરની વહુએ પરિવારના સભ્યોને જમવામાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન ઘડ્યો હતો. તેમાં પ્લાન પતિ સહિત આખા પરિવારને પતાવી દેવાનો હતો. નોંધનીય છે કે, ભાભીએ આપેલા જમવામાં ઝેર હતું, જે ખાધા પછી દિયરનું ધટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે સસરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. મળતી વિગતો પ્રમાણે પુત્રવધૂ કેટલાય વર્ષોથી તેના પિરયમાં રિસામણે બેઠી હતી. જો કે, થોડા દિવસો પહેલા જ સમાધાન કરીને સાસરે લાવવામાં આવી હતી, પરંતુ પરિવારને ક્યા ખબર હતી કે, આ સમાધાન મોત સુધી પણ જઈ શકે છે.
પોલીસે કાતિલ જયા ગૌસ્વામીની કરી ધરપકડ
નોંધનીય છે કે, પોલીસે અત્યારે કાતિલ પુત્રવધૂની ધરપકડ કરી લીધી છે. મળતી વિગતો પ્રમાણે શંખેશ્વર (Shankeshwar)ના ઘનોરા ગામેથી કાતિલ જયા ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. બે દિવસ પહેલા જ અહીં એક ખુની ખેલ ખેલાયો હતો. જેમાં જયા ગોસ્વામીએ સમગ્ર પરિવારને ઝેર આપવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે અત્યારે કાતિલ ગૌસ્વામિને ઘરેથી ઝડપી જેલના હવાલે કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, દાળમા ઝેર ભેળવી દિયર અને સસરાને ઝેર આપ્યું હતું.જેના કારણે દિયરનુ ઘરેજ મોત નીપજ્યું હતું. જો કે, સસરા હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
સમાધાન થયું છતાં પણ પરિવાર પ્રત્યે ખાર શા માટે હતો?
મળતી વિગતો પ્રમાણે શંખેશ્વર પોલીસે જયા ગૌસ્વામિને શંખેશ્વર કોર્ટમાં રજૂ કરીને કાર્યવાહી માટે રિમાન્ડ માંગ્યા હતાં. નોંધનીય છે કે, ઘટનાને ગંભીરતાથી લેતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેથી અત્યારે પોલીસે રિમાન્ડ મળતાની સાથે જ આ ગુન્હામાં વધુ તપાસ હાથ ધરી દીધી છે. આખરે શા માટે જયાને પોતાના જ પરિવારને આ રીતે મોતને ઘાટ ઉતારવાનો વિચાર આવ્યો? સાસરીમાં સમાધાન થયા છતાં પણ આટલો ખાર શા માટે હતો? આ તમામ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહીં છે.
શા માટે પરિવારને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો?
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટના બાબતે મૃતકના ભાઈ ભોલાંગિરીએ શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ફરિયાદને આધારે IPC ની કલમ 307 અને 302 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે પોલીસે અત્યારે કાતિલ પુત્રવધૂની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મંજૂર કરાવ્યા હતાં. નોંધનીય છે કે, અત્યારે ઘરેલું ઝઘડાઓ હત્યા સુધી જવા લાગ્યા છે. લોકોમાં થોડી પણ સહનશક્તિ વધી નથી.