Salman Khan : તાપીમાં છુપાયું છે ફાયરિંગનું રહસ્ય...!
Salman Khan : બોલીવુડ અભિનેતા સલમાન ખાન ( Salman Khan ) ના ઘર આગળ થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનના પરિવારજનો અને તેમના ફેન્સ ઘણા ચિંતાતુર બન્યા હતા. દરમિયાન ફાયરિંગ કરનારા લોરેન્સ બિસ્નોઇ ગેંગના 2 સાગરીતોને ગુજરાત પોલીસે કચ્છના માતાના મઢ ખાતેથી ઝડપી લીધા હતા. આ સમગ્ર કેસની તપાસ હાલ મુંબઇ પોલીસ કરી રહી છે અને મુંબઇ પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયક (Daya Nayak )આજે સુરત પહોંચ્યા છે.
પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ફાયરિંગ કરનારા 2 ને પકડ્યા
ગત 14 એપ્રિલે સવારે 4.50 કલાકે ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરીને 2 શખ્સ ફરાર થઇ ગયા હતા. ત્યારે બાદ પશ્ચિમ કચ્છ પોલીસે માતાના મઢ ખાતેથી ફાયરિંગ કરનારા વિકી સાહેબસાબ ગુપ્તા તથા સાગર શ્રીજોગેન્દ્ર પાલને ઝડપી લીધા હતા. ત્યારબાદ સલમાનખાનની સુરક્ષા વધારી દેવાઇ હતી. સમગ્ર મામલાની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે.
રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હતી
દરમિયાન મુંબઇ પોલીસે ઝડપાયેલા બંને આરોપીની ઉંડી તપાસ કરી રહી છે. તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓએ ફાયરિંગ કર્યા બાદ સુરત આવીને રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી દીધી હતી જેથી રિવોલ્વરનો કબજો મેળવવા માટે મુંબઇ પોલીસે સુરતમાં ધામા નાખ્યા છે.
દયા નાયક સમગ્ર ઘટના અંગે ઉંડી તપાસ કરવા માટે સુરત પહોંચ્યા
મુંબઇ પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ દયા નાયક સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. દયા નાયક સમગ્ર ઘટના અંગે ઉંડી તપાસ કરવા માટે સુરત પહોંચ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મુંબઇ પોલીસની સાથે તપાસમાં જોતરાઇ ગઇ છે. આરોપીઓ દ્વારા ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી જેથી સુરત અને મુંબઇ પોલીસ રિવોલ્વરની તપાસ કરી રહ્યા છે. તાપી નદીમાં ક્યા સ્થળે રિવોલ્વર ફેંકી છે તેની તપાસથી માડીને રિવોલ્વર શોધવાના પણ પ્રયાસ કરાઇ રહ્યા છે.
આ પણ વાંચો-------Salman Khan House Firing : ફાયરિંગ કેસમાં હવે ગુજરાતથી મોટી અપડેટ આવી સામે, વાંચો અહેવાલ
આ પણ વાંચો------ Salman khan ના ઘરની બહાર ફાયરિંગ કરનારનું જાણો કોની સાથે છે કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો…
આ પણ વાંચો------ Salman Khan : બોલિવૂડ ભાઈજાનની ઘર બહાર ફાયરિંગ થતા તપાસનો ઘમઘમાટ, ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ પહોંચી