Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ....

Letter : અવાર નવાર લેટર (Letter ) લખીને સરકારી તંત્રનો કાન આમળતાં સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર નિશાન સાધ્યું છે. તેમણે પત્ર લખીને જીસીએએસ પોર્ટલ દ્વારા જે કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવે...
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ
Advertisement

Letter : અવાર નવાર લેટર (Letter ) લખીને સરકારી તંત્રનો કાન આમળતાં સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પર નિશાન સાધ્યું છે. તેમણે પત્ર લખીને જીસીએએસ પોર્ટલ દ્વારા જે કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. અને જીસીએએસ પોર્ટલ ની આખી સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલકો બેફામ બન્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.

કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ બહાર આવ્યો છે. આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઉપર નિશાન સાધ્યું છે. પત્રમાં તેમણે લખ્યું છે કે જીસીએએસ પોર્ટલ દ્વારા જે કોલેજોમાં પ્રવેશ ફાળવવામાં આવે છે તેની સામે સખત નારાજગી વ્યક્ત કરી છે. તે સાથે જીસીએએસ પોર્ટલની આખી સિસ્ટમમાં કોઈ જ મોનિટરિંગ ન હોવાથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલકો બેફામ બન્યાનો પણ ઉલ્લેખ કર્યો છે.

Advertisement

Advertisement

વીએનએસજીયુ તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં

કુમાર કાનાણીએ સમય મર્યાદા કરતા વહેલા પ્રવેશ ફાળવી દેવામાં આવ્યાની ફરિયાદ કરીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આડેધડ પ્રવેશ પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. ઉપરાંત તેમણે સમગ્ર મામલે યોગ્ય મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવા આવે તેવી માગ છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ખાનગી કોલેજો દ્વારાવિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલી કોઇપણ પ્રકારના મેરીટ જાળવ્યા વગર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા કરી છે જેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે જેમાં વીએનએસજીયુ તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં હોય તેવું લાગે છે.

સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં મોટા પાયે થયેલ પ્રવેશની ગેરરિતી સામે આંખ આડા કાન

યુનિ.તંત્રએ પ્રવેશ પ્રક્રિયા જીસીએએસ પોર્ટલ પરથી થતું હોવાનું કહી અમારી પાસે કોઇ મોનિટરીંગ સિસ્ટમ નથી તેમ કહી હાથ ઉંચા કરી લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે. ખાનગી કોલેજોની આડેધડ પ્રવેશ પ્રક્રિયા પદ્ધતિના કારણે મોટા પ્રમાણમાં વચેટિયા ઉભા થતાં ઘણા વિદ્યાર્થી પાસે નાણાં ખંખેરવામાં આવ્યા અને ભ્રષ્ટાચારને વેગ મળ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઇ. પ્રવેશ ગેરરિતી સામે યુનિ.તંત્રએ સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં મોટા પાયે થયેલ પ્રવેશની ગેરરિતી સામે આંખ આડા કાન કર્યા છે.

આ પણ વાંચો----- Raid : તમે લો છો એ દવા બનાવટી તો નથી ને..? વાંચો આ કિસ્સો…

Tags :
Advertisement

Trending News

.

×