Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch : સોળે કળાએ ખીલી ઉઠ્યું કડિયા ધ્રોનું સૌંદર્ય

ભુજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાબંધમાં પાણીની આવક થઈ હતી. જેના પગલે લખપત તાલુકાનો લકી અને રોડાસર માર્ગ બંધ થયો છે. વરસાદના કારણે પાપડીમાં પાણી વહેતાં પીપર, રોડાસર, લક્કી, તહેરા સહિતના ગામમાં...
kutch   સોળે કળાએ ખીલી ઉઠ્યું કડિયા ધ્રોનું સૌંદર્ય

ભુજમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાબંધમાં પાણીની આવક થઈ હતી. જેના પગલે લખપત તાલુકાનો લકી અને રોડાસર માર્ગ બંધ થયો છે. વરસાદના કારણે પાપડીમાં પાણી વહેતાં પીપર, રોડાસર, લક્કી, તહેરા સહિતના ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે.

Advertisement

ચોમાસા પહેલા જ ભારે વરસાદ વરસતા અનેક ફરવાલાયક સ્થળોની પ્રાકૃતિક સુંદરતામાં વધારો થયો હતો. બિપરજોય વાવાઝોડાના કારણે થયેલા ભારે વરસાદના કારણે ભારતના ગ્રાન્ડ કેન્યન કડિયા ધ્રોમાં ભરઉનાળે જ નદીમાં પાણી આવ્યા હતા. જેના કારણે અહીં ઝરણાં વહેવાના શરૂ થતા પ્રવાસીઓ અહીં આવવાના શરૂ થઈ ગયા હતા. હવે ચોમાસામાં પણ અહીં પ્રવાસીઓનો ધસારો યથાવત છે.

Advertisement

ભૌગોલિક વૈવિધ્યતા ધરાવતા કચ્છ પ્રદેશમાં અનેક સ્થળો પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતુ કડિયા ધ્રો એક એવું સ્થળ છે. જેને બે વર્ષ પહેલા સુધી કોઈ ઓળખતું ન હતું. 2021માં અમેરિકાના એક પ્રતિષ્ઠિત અખબારે તેને વિશ્વના શ્રેષ્ઠ ફરવાલાયક સ્થળોની યાદીમાં સમાવતા રાતોરાત બધાના મોઢે કડિયા ધ્રોનું નામ આવતું થયું હતું, માત્ર બે જ વર્ષમાં લાખો પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લીધી છે.

Advertisement

નખત્રાણા તાલુકાના ગામડાઓમાં આવેલા કડિયા ધ્રો ખાતે એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. કોટડા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. આ કારણે જ આ સ્થળને ભારતના ગ્રાન્ડ કેન્યન તરીકે ઓળખવામાં આવે છે.

આપણ  વાંચો -VADODARA : કંસટ્રક્શન સાઈટ પર કામ કરતાં મજૂરો દટાયા, 3 શ્રમિકને આબાદ બચાવાયા

Tags :
Advertisement

.