Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karuna Abhiyan: અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે કરુણા અભિયાનનો પ્રારંભ, આટલી કરાઈ વ્યવસ્થા..

અમદાવાદ: ઉત્તરાયણ આગળ હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. જેથી પતંગબાજોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં પતંગ અને દોરીની પણ ખુબ માંગ જોવા મળી રહીં છે. જોકે, અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે કરુણા અભિયાનનો પણ પ્રારંભ કરવામાં...
karuna abhiyan  અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે કરુણા અભિયાનનો પ્રારંભ  આટલી કરાઈ વ્યવસ્થા

અમદાવાદ: ઉત્તરાયણ આગળ હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે. જેથી પતંગબાજોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં પતંગ અને દોરીની પણ ખુબ માંગ જોવા મળી રહીં છે. જોકે, અમદાવાદમાં ઉત્તરાયણ પૂર્વે કરુણા અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉત્તરાયણમાં ઘાયલ થનાર અબોલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલવાનું છે. મળતી વિગતો પ્રમાણે 2017થી શરૂ થયેલ આ Karuna Abhiyan દ્વારા 85 હજાર પક્ષીને સારવાર અપાઈ છે.

Advertisement

488 સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી સારવાર અપાયેલ પૈકી 75 હજાર પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ 459 કલેક્શન સેન્ટર અને 488 જેટલા સારવાર કેન્દ્ર પણ ઊભા કરવામાં આવ્યા છે. જેથી નજીક કોઈ પક્ષી ઘાયલ થયા છે તો તેની ઝડપથી સારવાર આપી શકાય. આ સંદર્ભે વન વિભાગે 1926 અને પશુપાલન વિભાગે 1962 હેલ્પલાઈન નંબર જાહેર કાર્યો છે. નાગરિકો ઘાયલ પશુઓ માટે 8320002000 મોબાઈલ નંબર પર પણ ફોન કરી શકશે.

Advertisement

આ પણ વાંચો: પ્રતિષ્ઠા પહેલા રામચરિત માનસની માંગ વધી, ગીતા પ્રેસને રેકોર્ડ તૂટ્યો 

2800 સ્વયંસેવકોની ટીમ પણ તૈયાર કરવામાં આવી

મળતી વિગતો પ્રમાણે અમદાવાદમાં 20 સારવાર કેન્દ્રો અને 118 કલેક્શન સેન્ટર તૈયાર કરાયા છે. આ સાથે સાથે અમદાવાદમાં 216 વેટરનિટી ડોક્ટર અને 2800 સ્વયંસેવકોની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. ઉત્તરાયણમાં ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે.જેથી તેમને ઝડપથી સારવાર આપવી જરૂરી હોય છે. તે માટે થઈને અમદાવાદમાં Karuna Abhiyan દ્વારા સારવાર માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.