Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar: વરસાદના પગલે રણજીતસાગર ડેમ થયો ઓવરફલો, જુઓ તસવીરો

જામનગર શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતો ડેમ રણજીત સાગર ડેમ એક વરસાદમાં છલાકાયો છે. જામનગરમાં જુનમાં બિપરજોય વાવાઝોડા વખતે વરસાદ આવ્યો હતો. બાદ છેલ્લા ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ થયો હતો. શુક્રવારે થયેલા સતત વરસાદના કારણે જીલ્લામાં મેધ મહેર થઈ...
jamnagar  વરસાદના પગલે રણજીતસાગર ડેમ થયો ઓવરફલો  જુઓ તસવીરો

જામનગર શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતો ડેમ રણજીત સાગર ડેમ એક વરસાદમાં છલાકાયો છે. જામનગરમાં જુનમાં બિપરજોય વાવાઝોડા વખતે વરસાદ આવ્યો હતો. બાદ છેલ્લા ત્રણ દિવસથી છુટો છવાયો વરસાદ થયો હતો. શુક્રવારે થયેલા સતત વરસાદના કારણે જીલ્લામાં મેધ મહેર થઈ હતી અને મોટાભાગના ડેમમાં નવા નીરની આવક થઈ હતી.

Advertisement

જામનગર શહેરને પીવાનુ પાણી પુરાતો ડેમ રણજીત સાગર છલાકલો. કુલ 28 ફુટનો આ ડેમમાં ગુરૂવારે 17 ફુટ સુધી ભરાયેલ હતો. જેમાં એક દિવસમાં શહેરમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થયુ હતુ. રાજાશાહી વખતના આ ડેમમાં એક વરસાદમાં 10 ફુટથી વધુની આવક થતા અડધો ફુટ ઓવરફલો થયો છે.

Advertisement

Advertisement

રણજીતસાગર ડેમ શુક્રવારે રાત્રીના આશરે 10 વાગે ઓવરફલો થયો. બાદ તંત્ર દ્રારા શહેરમાં રહેતા નિચાણવારા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા. રણજીતસાગર ડેમના પાણી શહેરના કેટલાક વિસ્તાર પહોચી શકે તેમ હોવાને લઈ નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા હતા.

રણજીતસાગર જામનગર મહાનગર પાલિકાની માલિકી હેઠળનો ડેમ છે. જેમાં વર્ષ દરમિયાન શહેરને પીવાનુ પાણી વિતરણ કરવામાં આવે છે. 28 ફુટના આ ડેમમાં પાણીની આવક થતા ડેમમાં શુક્વારે પિતા-પુત્રના ડુબી જવાથી મોત થયા છે.

યુવાન પુત્ર સેલ્ફી લેવા જતા પગ લગસતા પાણીમાં ગરકાવ થયો હતો. જેને બચવવા પિતા પણ ડેમમાં કુદકો મારતા બંન્નેના ડુબી જવાથી મોત થયા હતા. ફાયરની રેસ્કયુ ટીમને જાણ કરાત બંન્નેની શોધખાળ કરવામાં આવી હતી. કલાક બાદ બંન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.

જામનગરમાં એક દિવસમાં ડુબી જતાં 5 વ્યકિતના મોત થતા છે. જેમાં રણજીતસાગર ડેમમાં પિતા-પુત્રના ડુબી જવાથી મોત થયા છે. તો ગુલાબનગરમાં કેનાલમાં બે કિશોર કેનાલમાં પડી જતા એકને બચાવી લેવાયો. જયારે એકનુ મોત થયુ છે.

આપણ  વાંચો -ગુજરાત અને દિલ્હી સહિત આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા

Tags :
Advertisement

.