Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jain Samaj : ગાંધીનગરમાં મિટિંગ નિષ્ફળ નીવડી! સુરતમાં આંદોલન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

પાવાગઢમાં (Pavagadh) જૈન તીર્થકરોની (Jain Tirthankar) પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાં મામલે સુરતમાં (Surat) જૈન સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. સુરતમાં જૈન સમાજનાં (Jain Samaj) લોકો મોટી સંખ્યામાં આંદોલન અર્થે પહોંચ્યા છે. ફરી એકવાર જૈન સમાજનાં અગ્રણીઓ અને સ્વામીજીઓ આંદોલન...
jain samaj   ગાંધીનગરમાં મિટિંગ નિષ્ફળ નીવડી  સુરતમાં આંદોલન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

પાવાગઢમાં (Pavagadh) જૈન તીર્થકરોની (Jain Tirthankar) પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાં મામલે સુરતમાં (Surat) જૈન સમાજનો વિરોધ હાલ પણ યથાવત છે. સુરતમાં જૈન સમાજનાં (Jain Samaj) લોકો મોટી સંખ્યામાં આંદોલન અર્થે પહોંચ્યા છે. ફરી એકવાર જૈન સમાજનાં અગ્રણીઓ અને સ્વામીજીઓ આંદોલન પર બેઠાં છે. સૂત્રો મુજબ, જ્યાં સુધી સુખદ નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે એમ સમાજનાં લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

Advertisement

સુખદ નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : જૈન સમાજ

યાત્રાધામ પાવાગઢ (Pavagadh) ખાતે જૈન તીર્થંકરની પૌરાણિક પ્રતિમાઓ હટાવવા અને ખંડિત થવાની ઘટના બાદ જૈન સમાજનાં (Jain Samaj) લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આ મામલે જૈન સમાજનાં લોકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જો કે, તંત્ર દ્વારા મૂર્તિઓને પુન:સ્થાપિત કરવામાં આવી છે. પરંતુ, જૈન સમાજનો રોષ હાલ પણ યથાવત છે. દરમિયાન, સુરત (Surat) ખાતે મોટી સંખ્યામાં જૈન સમાજના મહારાજ સાહેબ, અગ્રણીઓ અને લોકો આંદોલન અર્થે પહોંચ્યા છે. સૂત્રો મુજબ, જ્યાં સુધી સુખદ નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ સમાજના લોકોએ જણાવ્યું છે.

સુરતમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકત્ર થયા.

Advertisement

ગાંધીનગરમાં યોજાયેલી બેઠક નિષ્ફળ નીવડી : સૂત્ર

જણાવી દઈએ કે, આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે જૈન સમાજની મીટિંગ પણ યોજાઈ હતી. જો કે, આ બેઠક નિષ્ફળ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગાંધીનગરની મિટિંગ બાદ સુરતમાં આંદોલન યથાવત રાખવું કે પૂર્ણ કરવું તે બાબતે નિર્ણય લેવાશે. માહિતી મુજબ, સુરતમાં ઉમરા જૈન સંઘ ખાતે જૈન મુનિ મહારાજ સાથે મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનો અને અનુયાયીઓ એકત્ર થયા છે. સૂત્રો મુજબ, જૈન ભગવાનની મૂર્તિને પુનઃસ્થાપિત કરવાની સાથે જગ્યાનો કબજો સમાજને સોંપવાની માંગ સાથે ગાંધીનગરમાં મિટિંગ યોજાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - VADODARA : પાવાગઢમાં જૈન તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થતા આક્રોશ, ત્રણ દિવસનું અલ્ટીમેટમ

આ પણ વાંચો - Surat : ખંડિત પ્રતિમાઓની પુનઃસ્થાપનાની વાત કોઈ કાળે સ્વીકાર્ય નથી : જૈનાચાર્ય

આ પણ વાંચો - Rajkot TRP Gamezone : RMC માં એક સાથે 35 કર્મચારીઓની બદલી, આરોપી TPO સાગઠિયાનાં રિમાન્ડ મંજૂર

Tags :
Advertisement

.