Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે ઓડિશાના પુરીમાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર, અતિ પ્રાચીન રથયાત્રાનો થશે પ્રારંભ 

આજે અષાઢી બીજ છે અને આજે રથયાત્રાનો પવિત્ર દિવસ છે. ઓડિશાના પુરી ખાતેના પ્રખ્યાત જગન્નાથ મંદિર ખાતે પણ આજે રથયાત્રા યોજાશે. પુરીની રથયાત્રા અતિ પ્રાચીન માનવામાં આવે છે. નગરજનોને સામે ચાલીને દર્શન આપ્યા નિકળ્યા પુરાણામાં જણાવ્યા મુજબ બહેન સુભદ્રા જ્યારે...
આજે ઓડિશાના પુરીમાં ઉમટશે ભક્તોનું ઘોડાપૂર  અતિ પ્રાચીન રથયાત્રાનો થશે પ્રારંભ 
આજે અષાઢી બીજ છે અને આજે રથયાત્રાનો પવિત્ર દિવસ છે. ઓડિશાના પુરી ખાતેના પ્રખ્યાત જગન્નાથ મંદિર ખાતે પણ આજે રથયાત્રા યોજાશે. પુરીની રથયાત્રા અતિ પ્રાચીન માનવામાં આવે છે.
નગરજનોને સામે ચાલીને દર્શન આપ્યા નિકળ્યા
પુરાણામાં જણાવ્યા મુજબ બહેન સુભદ્રા જ્યારે પિયર પધાર્યા ત્યારે તેમણે બંને ભાઇઓ શ્રીકૃષ્ણ અને બલરામ સમક્ષ નગરયાત્રા પર સાથે જવાની ઇચ્છા પ્રગટ કરી હતી જેથી આ ખુશીમાં રથયાત્રાનો ઉત્સવ મનાવાય છે. આંખનો રોગ થયા બાદ ભગવાને પાટા ખોલ્યા હતા અને નગરજનોને સામે ચાલીને દર્શન આપ્યા નિકળ્યા હતા.
મંદિર સાથે જોડાયેલી રસપ્રદ બાબતો
રથયાત્રાનો જૂનામાં જૂનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલા લખાયેલા ગ્રંથ ત્રિસખ્ય જગન્નાથ માહાત્મ્યમાં જોવા મળે છે. પુરી મંદિર સાથે સંકળાયેલી રસપ્રદ બાબતો મુજબ પુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશા પવનથી વિપરીત દિશામાં લહેરાય છે. પુરીના કોઇપણ ક્ષેત્રમાંથી મંદિર ઉપરના સુદર્શન ચક્રને જોઇ શકાય છે. પુરીમાં એક પણ પક્ષી મંદિર ઉપરથી ઉડતું જોવા મળતું નથી. મુખ્ય શિખર અને ગુંબજની છાયા દિવસે એક પણ દિશામાં જોઇ શકાતી નથી. મહાપ્રસાદ બનાવા માટે દુનિયાનું સૌથી મોટુ રસોડુ અહી છે મંદિરના સિંહદ્વારમાં દાખળ થવાની સાથે જ સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે.
પુરીમાં સૌથી મોટી રથયાત્રા
પુરીમાં રથયાત્રા અષાઢી બીજે શરુ થાય છે અને કહેવાય છે કે જેને રથ ખેંચવાની તક મળે તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. જગન્નાથ મંદિરથી શરુ થયેલી રથયાત્રા પુરી નગરમાંથી પસાર થઇ ગુંડીયા મંદિર પહોંચે છે જ્યાં ભગવાન તથા બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાત દિવસ આરામ કરે છે. અષાઢી મહિનાના દસમા દિવસે રથ ફરીથી મુખ્યમંદિર તરફ આગળ ધપે છે . મંદિરમાં પહોંચ્યા બાદ બધી મૂર્તીઓ રથમાં જ રહે છે અને એકાદશીએ વિધીવત સ્નાન કરાવ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર પછી દેવતાઓને ફરીથી પ્રતિષ્ઠિત કરાય છે.
Advertisement
Tags :
Advertisement

.